ઈન સર્વીસ ડોક્ટર્સ એસોસીએશન તાપી અને જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા આંદોલનના કાર્યક્રમો હાલ પુરતા મૌકૂફ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઈન સર્વીસ ડોક્ટર્સ એસોસીએશન તાપી.વ્યારા અને તાપી જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળ વ્યારા દ્વારા તા: ૨૮/૦૨/૨૦૨૩ના આદેશથી આંદોલનના કાર્યક્રમો આપવામાં આવેલ તે સંદર્ભે તા: ૦૪/૦૩/૨૦૨૩ ના રોજ માન.શ્રી આર,જે.વલવી નિવાસી અધિક કલેક્ટર અને ઈ.જા. જિલ્લા વિકાસ અધિકારી તાપી. વ્યારાના અધ્યક્ષપણા હેઠળ સત્તાવાર બેઠક યોજાય હતી. જેમાં તબીબો અને આરોગ્ય કર્મચારીઓના નાણાકીય અને વહીવટી પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આપવા ૩૧માર્ચ સુધી પગાર ભથ્થા,બીલો,એરીયર્સ બીલો,ચુકવી દેવા નક્કી કરવામાં આવ્યું ૧૩૦ દિવસનો પગાર ૩૦મી એપ્રિલ સુધી નિકાલ લાવવા નક્કી થયું.
બાકીના ત્તબીબી અને આરોગ્ય કર્મચારીઓના ૧થી૨૪ પ્રશ્નો તબક્કાવાર ૩૧મી માર્ચ સુધીમાં નિકાલ કરવા સર્વસંમતિ સધાય છે. જેથી તા: ૦૬/૦૩/૨૦૨૩ના રોજ ઈન સર્વીસ ડોક્ટર્સ એસોસીએશન તાપી.વ્યારા અને તાપી જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળ વ્યારા દ્વારા આપવામાં આવેલ આંદોલનના કાર્યક્રમો હાલ પુરતા માન.શ્રી આર.જે.વલવી નિવાસી અધિક કલેક્ટર અને ઈ.જા. જિલ્લા વિકાસ અધિકારી તાપી, વ્યારા સાહેબની શુભ નિષ્ઠા પર હાલ પુરતા મુલ્તવી રાખવામાં આવે છે.