દેવમોગરા સરકારી વિનયન કોલેજ ઉચ્છલ ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષતા હેઠળ ગ્રાહક સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૨/૦૩/૨૦૨૩ના ગુરુવારના રોજ દેવમોગરા સરકારી વિનયન કોલેજ ઉચ્છલ મુકામે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતેનો વિભાગ ગુજરાત રાજય/કન્ઝયુમર્સ એફર્સ એન્ડ પ્રોટેકશન એજન્સી ઓફ ગુજરાત( કા.પા.ગ.) જીલ્લા કલેકટર તાપી દ્વારા પ્રેરીત દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર તાપી/સુરત જિલ્લા (સરકારશ્રીની માન્ય સંસ્થા) દ્રારા સંચાલિત “તાપી જીલ્લા કન્ઝયુર્મસ કલબ(શાળા/કોલેજ)ની ૨૦૨૩ની ગ્રાંટના ચેકોનું વિતરણ તથા ગ્રાહક સુરક્ષા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો કોલેજની વિધાર્થીની ઓ દ્રારા પ્રાર્થના સ્વાગત ગીત રજુ કર્યુ હતુ મહેમાનો નો પરિચય પ્રમુખશ્રી સંજયભાઈ શાહે કરાવીને ગ્રાહક સુરક્ષા ટીમના સભ્યો દ્રારા મહેમાનાનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ.

સંસ્થાના પ્રમુખ શ્રી પ્રતાપ વી. છાપીયા એ હાલની પરિસ્થિત ને ધ્યાનમાં લઈને ગ્રાહકોની સુરક્ષા અને ગ્રાહકોના અધિકાર અંગે માર્ગદર્શન આપ્યું. સમયાંતરે ગ્રાહક સુરક્ષાના કાર્યક્રમ અંગે તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મળતો સહકાર અને હકારત્મક પ્રતિસાદ ની પ્રંશસા કરી હતી ખાસ કરીને. કલેકટર ભાર્ગવી દવે એ પ્રસંગનૈ અનુરૂપ ઉદબોધનમાં યુવાપેઢીમાં ચાલતી ફેશનની હરીફાઈ અંગે ગ્રાહકસુરક્ષાના સંદર્ભમાં જીવનલક્ષી વાતો સાથે આવરી લીધી હતી. ગાંધીજીના અગીયાર સુત્રી બોધવચન ગાઈ ને શ્રોતાગણને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા. શ્રોતાગણમાં ઉપસ્થિત યુવાવર્ગ ને ધ્યાનમાં લઈને સાદગીપૂર્ણ જીવન જીવવાની વાતો કરી. સૌંદર્ય પ્રસાધનો ની લોભામણી જાહેરખબરમાં ફસાઈ નહી જવાનો સંદેશો આપ્યો હતો. કાર્યક્રમમાં કલેકટર ભાર્ગવી દવે, શ્રી હિમાંશુભાઈ સોલંકી(ઈનચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી), શ્રી રૂપસિંહ વસાવા મામતદારશ્રી ઉચ્છલ, ર્ડા. કલ્યાણી આર. ભટ્ટ આર્ચાય દેવમોગરા કોલેજ તથા શ્રી પ્રતાપ વી. છાપીયા હાજર રહીને શ્રોતાગણનો ઉત્સાહ વધાર્યો હતો.

દક્ષિણ ગુજરાત ગ્રાહક–સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર તાપી/સુરતના સભ્યો શ્રી વિરાજ છાપીયા, શ્રી કિશોર ચૌધરી, શ્રી અમિત કુલકર્ણી, શ્રી દાનિયેલ ગામીત, શ્રી બિપીન ગામીત, શ્રી રબુભાઈ ગામીત, તથા સંજય શાહ એ સરાહનીય કામગીરી કરીને કાર્યક્રમ સફળ બનાવ્યો. અંતમાં સંસ્થાના પ્રમુખ શ્રી સંજયભાઈ શાહ આભારવિધિ સમાપન કરતા કરતા ગ્રાહક સુરક્ષા સંસ્થાના સભ્યોને વહીવટી તંત્ર તાપી સાથે પારિવારીક હોવાની અનુભૂતિ થાય છે. તેવો સ્વીકાર કરીને ઉપસ્થિત શ્રોતાગણ, કોલેજના વિદ્યાર્થી, શાળા/કોલેજના પ્રતિનિધિ વગેરેનો અંતઃકરણ પૂવર્ક રૂણ સ્વીકાર કરીને કાર્યક્રમની પૂર્ણાહુતી કરી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *