સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધારપાડાને મેડિકેર સાધનો અર્પણ કરાયા
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં CSR (કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સીબીલીટી) ફંડમાંથી આરોગ્યલક્ષી સુવિધાઓ પુરી પાડી અંદાજીત રૂ.૧૦ લાખના ખર્ચે અદ્યત્તન લોકોપયોગી સાધનોનું દાન કરવામાં આવ્યું હતું.
(માહિતી બ્યુરો વ્યારા- તાપી) તા.૦૩- સોનગઢ તાલુકાના બંધારપાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા CSR ફંડમાંથી આરોગ્યલક્ષી સુવિધાઓ માટે અંદાજીત રૂ.૧૦ લાખના ખર્ચે અદ્યત્તન લોકોપયોગી સાધનોનું દાન કરવામાં આવ્યું હતું.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચીફ મેનેજર શ્રી સુનિલ ભલ્લાએ જણાવ્યું હતું કે ગ્રામીણક્ષેત્રોમાં આરોગ્યની સારી સવલતો મળી રહે તે માટે CSR કામગીરી કરવાના શુભ આશયથી લેબર બેડ,કાર્ડિયાક મોનીટર,ઈન્વર્ટર, બે રેફ્રિજરેટર, વોશીંગ મશીન,બેડશીટ-ચાદર-પડદા,કોમ્પ્યુટર જેવા આરોગ્યલક્ષી સુવિધાઓ પહોંચાડવાનનો અવસર મળ્યો છે ત્યારે આરોગ્ય કેન્દ્રમાં ઈનડોર પેશન્ટ માટે લાભદાયી અને ખૂબ જ ઉપયોગી બની રહેશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પાઉલ વસાવાએ અંતરિયાળ વિસ્તારમાં સેવાકિય સુવાસ ફેલાવવા બદલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે કહ્યું હતું કે બંધારપાડા અને આજુબાજુના વિસ્તારના ગ્રામજનોને મદદરૂપ બની રહેશે. આ સાધનોના લોકાર્પણથી ગ્રામજનોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
મેડિકેરના સાધનોના લોકાર્પણ પ્રસંગે તાલુકા પંચાયત સભ્યશ્રી ,સંરપંચશ્રી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની રોગી કલ્યાણ સમિતિ ના સભ્યશ્રીઓ, આસીસ્ટન્ટ જનરલ મેનેજર શ્રીમતા પ્રસાદ, વ્યારા બ્રાન્ચ મેનેજરશ્રી, એસ.બી.આઈ.મેડિકલ ઓફિસરશ્રી ડો.મિતુલ શાહ, તાપી જિલ્લા રીપ્રોડક્ટિવ અને ચાઈલ્ડ હેલ્થ ઓફિસરશ્રી ડો.બીનેશ ગામીત,સોનગઢ તાલુકા આરોગ્ય અધિકારી ડો.હેતલ સાદડીવાલા, બંધારપાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.પરીમલ પટેલ, ડો.ઋત્વિક સહિત આરોગ્યનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
૦૦૦૦૦૦૦૦૦