વાલોડના ધમોદલા ગામે પ્રાકૃતિક ખેતી અંગે કિશાન ગોષ્ઠીનું આયોજન કરાયું
ગામ દિઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવે તે માટે ગ્રામ્ય સ્તરે ખેડૂત શિબિરો અને કિશાન ગોષ્ઠીનું આયોજન
……………….
માહિતી બ્યુરો, તાપી તા.03: તાજેતરમાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી અલ્કેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વાલોડ તાલુકાના ધમોદલા ગામે પંચાયત દીઠ 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે તાલીમનું આયોજન તેમજ પ્રાકૃતિક ખેતી અંગેનું વિસ્તૃત માર્ગદર્શક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે વાલોડ તાલુકાના દેગામા ગામના પ્રગતિશિલ ખેડૂતશ્રી જયેશભાઈ હાજર રહી ખેડૂતોને પોતાના અનુભવો વર્ણવી પ્રાકૃતિક ખેતી અંગે મુંઝવણો દુર કરી હતી.
નોંધનિય છે કે, માન.મુખ્યમંત્રીશ્રીનાં ૧૦૦ દિવસ સંકલ્પ અન્વયે તાપી જિલ્લામાં પંચાયત હસ્તકની વિવિધ યોજનાઓના કામોને ૧૦૦ દિવસના એક્શન પ્લાનમાં સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં આત્મા વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા ગામ દિઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવે તે સહિત વિવિધ લક્ષ્યાંકો નક્કિ કરવામાં આવેલ છે જેના ભાગરૂપે તાપી જિલ્લાના વિવિધ ગામોમાં આ અંગે ખેડૂત શિબિરો અને કિશાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે સરપંચશ્રી રાકેશભાઈ ચૌધરી, ઉપસરપંચશ્રી દિપ્તીબેન ચૌધરી સહિત આત્મા વિભાગના કર્મચારીઓ તથા ખેડૂત ભાઇ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦