ઇડર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાનાં એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં અશ્વિન ટંડેલ રમતગમતની પ્રવૃત્તિઓ સાથે સતત બીજા વર્ષે સન્માનિત

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રાજ્યનાં શિક્ષણ વિભાગ અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઈડર જિ. સાબરકાંઠા આયોજીત રાજ્યકક્ષાનો આઠમો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2022- 23 ઇડર મુકામે યોજવામાં આવ્યો હતો. જેનાં ઉદઘાટન પ્રસંગે શિક્ષણમંત્રી ડો. કુબેર ડીંડોર, માજી શિક્ષણમંત્રી રમણલાલ વોરા, જી.સી.ઈ.આર.ટી.નાં નિયામક ડી.એસ.પટેલ, ઇડર ડાયટનાં પ્રાચાર્ય ડો. કે.ટી.પોરાણિયા ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ત્રિદિવસીય શૈક્ષણિક મહાકુંભમાં સમગ્ર રાજ્યભરમાંથી પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કુલ 167 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જે પૈકી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, વલસાડ સંચાલિત દેગામમુખ્ય પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષક અશ્વિન ટંડેલે નવી શિક્ષણનીતિ 2020 નાં મૂલ્યલક્ષી શિક્ષણ આધારિત ‘અભિવ્યક્તિની અવ્વલ અભિલાષા’ શીર્ષક હેઠળ પોતાનો નવતર પ્રયોગ રજૂ કર્યો હતો. જેની મુલાકાત લેનાર 1500 થી વધુ શિક્ષકમિત્રો તથા બાળકોને અભિગમની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. તેમણે ઓડિયો-વીડિયો નિદર્શન, ફોટો ગેલેરી, ચિત્રો અને સમાચારનોંધ સાથે નાવીન્યસભર પ્રવૃત્તિઓ રજૂ કરી હતી. તેમની નિશાનેબાજીની પ્રવૃત્તિ સૌનાં આકર્ષણનું કેન્દ્ર બનવા પામી હતી.
કાર્યક્રમનાં સમાપન દિવસેનાં ઇડર ડાયટનાં પ્રાચાર્ય ડો. કે.ટી.પોરાણિયાનાં વરદ હસ્તે પ્રમાણપત્ર તથા પ્રોત્સાહનરૂપે બેગ અર્પણ કરવામાં આવી હતી. દેગામમુખ્ય પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષક અશ્વિન ટંડેલ ઉપરાંત વલસાડ જિલ્લામાંથી માધ્યમિક વિભાગમાં યોગેશકુમાર બી. મહેર (વાડિયા હાઇસ્કુલ, ફણસા) તેમજ મનિષાબેન સોનવણે (વલવાડા હાઇસ્કુલ), પ્રાથમિક વિભાગમાંથી છાયાબેન પટેલ (કલગામ પ્રાથમિક શાળા) તથા રુચિબેન દેસાઈ (પારડી પ્રાથમિક શાળા) ને વલસાડ ડાયટનાં પ્રોફેસર અને જિલ્લા નવતર કો-ઓર્ડિનેટર મહેન્દ્રભાઈ પટેલ, ડાયટનાં પ્રાચાર્ય શ્રીમતી ડો.વર્ષાબેન કાપડિયા તથા ડાયટ પરિવાર, જિલ્લા શિક્ષણ આલમ, ગ્રામજનો, અનુબંધિત સંસ્થાઓ ઉપરાંત મિત્રવર્તુળ દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other