તાપી જિલ્લામાં આગામી ધોરણ-૧૦ તથા ૧૨ની માર્ચ-૨૦૨૩ની બોર્ડની પરીક્ષા અન્વયે તાપીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ પ્રસિધ્ધ કર્યું જાહેરનામું

Contact News Publisher

માહિતી બ્યુરો, તાપી તા.02: તાપી જિલ્લામાં આગામી તા.૧૪/૦૩/૨૦૨૩ થી તા.૨૯/૦૩/૨૦૨૩ દરમ્યાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તાપી શહેર અને જિલ્લામાં ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ની માર્ચ-૨૦૨૩ની પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે તાપીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.જે.વલવીને મળેલી સત્તાની રૂએ ઉક્ત હુકમ ફરમાવ્યો છે.

આગામી તા.૧૪/૦૩/૨૦૨૩ થી તા.૨૯/૦૩/૨૦૨૩ સુધી ધોરણ-૧૦ની માર્ચ-૨૦૨૩ની પરીક્ષાનો સમય સવારના ૧૦:૦૦થી બપોરના ૦૧:૧૫ કલાક અને ધોરણ-૧૨ની સામાન્ય પ્રવાહ પરીક્ષા સવારના સેશન સમય ૧૦:૩૦ થી બપોરના ૦૧:૪૫ કલાક સુધી તેમજ બપોરના સેશનનો સમય ૦૩:૦૦ થી સાંજના ૦૬:૧૫ કલાક સુધી તથા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનો સમય બપોરના ૦૩:૦૦ કલાક થી સાંજના ૦૬:૩૦ કલાક દરમ્યાન વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે.
આ અન્વયે તાપી જિલ્લામાં એસ. એસ. સીની પરીક્ષા માટે કુલ 16 કેન્દ્ર તથા 35 બિલ્ડીંગ અને કુલ 369 બ્લોક ફાળવવા આવ્યા છે, જેમાં રિપીટર વિદ્યાર્થીઓ મળીને કુલ 11033 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા અપાશે.જયારે એચ. એસ.સી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે તાપી ઝોન- 44 વ્યારા કેન્દ્ર ખાતે કુલ 7 બિલ્ડીંગ અને 78 બ્લોકમાં રિપીટર વિદ્યાર્થીઓ મળીને કુલ 1593 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. તથા ધોરણ 12ના સામાન્ય પ્રવાહના કુલ 7 કેન્દ્રો 19 બિલ્ડિગો અને 203 બ્લોકમા કુલ 6209 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
આ પરીક્ષા કેન્દ્ર ઉપર કેટલાક પ્રતિબંધો ફરમાવવામાં આવ્યાં છે. જેમાં પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેકસનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પિકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિ વર્ધક સાધનોના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ ફોન લઇ જવા પર, પરીક્ષા કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર અને પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઇ અનઅધિકૃત વ્યક્તિએ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામું આગામી તા.૨૯-૦૩-૨૦૨૩ સુધી અમલમા રહેશે. આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજા થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યાં છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other