સરકારી વિજ્ઞાન કોલેજ,વાલોડ ખાતે ત્રી-દિવસીય ચેસ વર્કશોપ અને ઓપન ચેસ ટુર્નામેંટ યોજાઇ

Contact News Publisher

માહિતી બ્યુરો, તાપી તા.02: તાપી જિલ્લાના વાલોડ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજમાં ગત તા.27 ફેબ્રુઆરી થી 01 માર્ચ 2023 દરમિયાન વિદ્યાર્થીઓમા ચેસ પ્રત્યે રુચિ ઊભી થાય તથા આ રમતમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રોફેશનલ ટ્રેનર દ્વારા માર્ગદર્શન મળી રહે તે હેતુથી સરકારી વિજ્ઞાન કોલેજ, વાલોડના આચાર્યશ્રી ડૉ.બી.એચ.પરમારના પ્રેરક માર્ગદર્શન હેઠળ ત્રણ દિવસની ચેસ અંગેની વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. વર્કશોપમાં ટ્રેનીંગ નિષ્ણાંત તરીકે ફિડે રેટિંગ ૧૬૨૯ ધરાવનાર શ્રી નિરવભાઈ લાખાણીએ ફરજ બજાવી હતી.ત્રણ દિવસની વર્કશોપમાં વિદ્યાર્થીઓને પ્રાયોગિક રીતે બેઝિક નિયમોની સમજ થી રમતની ઓપનિંગ,મિડલ ગેમ,એંડ ગેમ સુધી પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
વર્કશોપ બાદ તા.૦૨-૦૩-૨૦૨૩ના રોજ કોલેજ ખાતે ઓપન ચેસ ટુર્નામેંટનું આયોજન કરવામાં આવ્યું જેમાં ૩૧ જેટલા અન્ય કોલેજના તથા સ્કૂલ લેવલના તેમજ અન્ય સ્પર્ધકોએ પણ ભાગ લીધેલ હતો. જેમાં ઓપન ચેસ ટુર્નામેંટમાં બહેનોમાં પ્રથમ ક્રમે પૂજા શર્મા અને બીજા ક્રમે પટેલ જિનલ વિજેતા બન્યા હતા. અને ભાઈઓમાં પ્રથમ ક્રમે જોષી વરુણ અને બીજા ક્રમે ચૌધરી સ્મિત વિજેતા બન્યા હતા.
૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other