ઇન સર્વિસ ડોકટર્સ એસોસીએશન તાપી અને જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ વ્યારા-તાપીની સંયુક્ત પગલા સમિતિ દ્વારા ધરણાનો કાર્યક્રમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા પંચાયતના ઇન સર્વિસ ડોકટર્સ તથા આરોગ્ય કર્મચારીઓના વર્ષો જુના નાંણાકીય તેમજ વહીવટી પ્રશ્નોના ઉકેલ નહી આવતા સંયુક્ત પગલા સમિતિ દ્વારા તાપી જીલ્લા સેવા સદન બહાર તા.૦૬/૦૩/૨૦૨૩ સોમવારના રોજ એક દિવસીય ધરણા તેમજ સૂત્રોચ્ચારનો આદેશ જીલ્લા વહીવટી તંત્રને બજવણી કરી હતી.
આરોગ્ય શાખા જીલ્લા પંચાયત કચેરી તાપીના તાબા હેઠળના મેડિકલ ઓફિસર્સ, તાલુકા હેલ્થ ઓફિસર્સ, જીલ્લા ઓફિસ, તાલુકા ઓફિસ તથા ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવતા પેરામેડિક્લ સ્ટાફના ચાર કરોડ કરતા વધારે નાંણાકીય તેમજ વહીવટી પ્રશ્નો અંગે વારંવારની સત્તાવાર બેઠકો યોજવા છતા કોઇજ નક્કર પરિણામ નહી મળતા તા.૨૭/૦૨/૨૦૨૩ની જીલ્લા વહીવટી કચેરી સાથેની ફોલોઅપ મિટીંગ અધવચ્ચેથી છોડી દેવાઇ હતી. ત્યારબાદ મેડિકલ ઓફિસરો અને આરોગ્ય કર્મચારીઓની સંયુક્ત પગલા સમિતિની કારોબારી સભામાં લેવાયેલ નિર્ણય મુજબ તા.૦૬/૦૩/૨૦૨૩ ના સોમવાર ના દિને ધરણા તેમજ સૂત્રોચ્ચાર કરવાનો આદેશ સંયુક્ત પગલા સમિતિ દ્વારા આપવામાં આવેલ છે. ત્યાર પછી પણ પરિણામ ના મળે તો તેજ દિવસે અન્ય કાર્યક્રમો આપવામાં આવશે એવું સંયુક્ત પગલા સમિતિ દ્વારા જણાવાયુ છે.