સુરત ડિસ્ટ્રીક્ટ કો-ઓપ બેંક સોનગઢ શાખાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરતા રાજ્ય કક્ષા આદિજાતિ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ

Contact News Publisher

સહકારી ક્ષેત્રમાં દરેક માણસે ભાવના સાથે ચાલવુ પડે :
આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર,ગ્રામવિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ

(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૨૫- તાપી જિલ્લાના સોનગઢ ખાતે રાજ્યના કક્ષાના આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર,ગ્રામ વિકાસ વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીત,જીલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવા,મહુવા સુગર ફેકટરી ડિરેકટર માનસિંહભાઈ પટેલ,સુ.ડિ.કો.ઓ ડિરેકટર નરેશભાઈ પટેલ સહિત સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપ.બેંક સોનગઢ શાખાના નવનિર્મિત ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.
મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે સરકારી ક્ષેત્રમાં દરેક માણસે ભાવના સાથે ચાલવુ પડે છે. કોઈપણ મંડળી ચલાવવવી હોય તો એમાં સહકારની ભાવના ન હોય તો એ ચાલી શકતી નથી. સહકાર,મંડળી અને સરકાર ની સાથે રહીએ તો દરેક ક્ષેત્રનો વિકાસ થાય. આજે વ્યારા સુગર ફેકટરી શરૂ કરવા માટે બજેટમાં પહેલા રૂ. ૩૦ કરોડ અને હવે વધુ રૂ. ૨૦ કરોડ મળીને કુલ રૂ. ૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકાર મંત્રાલય ઉભુ કર્યું. આ રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર ખેડૂતો અને પશુપાલકોની ચિંતા કરી છે. ઉમરગામથી અંબાજી આદિવાસી પટ્રટા ઉપર ૩૨ હજાર કરોડ જેવી માતબર રકમ ફાળવી છે. દરેક સમાજને સાથે લઈને ચાલતા સુરત-તાપી સુ.ડિ.કો.ઓપ.બેંકના ચેરમેન નરેશભાઈએ તાપી જિલ્લામાં ૨૩ શાખાઓ ચાલુ કરવા બદલ મંત્રીશ્રી હળપતિએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
તાપી જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે સુરત ડિસ્ટ્રિકટ બેન્ક અંતરિયાળ વિસ્તારમાં ખૂબ સારી કામગીરી કરી રહી છે. ખેડૂતો અને પશુપાલક સભાસદોને રૂ.૩ લાખ સુધીનું વગર વ્યાજે ધિરાણ આપે છે. આવનારા દિવસોમાં ઉચ્છલ તાલુકાના મોહિની અને સોનગઢના છેવાડાના મલંગદેવઅઓટા માં નવી શાખાઓ શરૂ કરાશે
ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે સભાસદોને સુવિધાસભર બેન્કનું નિર્માણ થયું છે. ATM અને લોકરની પણ સુવિધા શરૂ કરવામાં આવી છે. સરકારશ્રીની યોજનાઓનો લાભ સુમુલ ડેરી અને બેંક દ્વારા સભાસદોને મળી રહે છે. લોકો સુધી યોજનાના લાભોની વાતો કરવી જોઈએ અને વધુ લોકો લાભ લે તે માટે સૌએ પ્રયાસો કરવા જોઈએ.
બેન્કની સફળતાનો આધાર ગ્રાહકો છે એમ કહેતા મહુવા સુગર ફેકટરીના ચેરમેનશ્રી માનસિંહભાઈ પટેલે જણાવ્યું હતુ; કે સરકારની સબસીડી મળવાની હોય ત્યારે સીધી લાભાર્થીના ખાતામાં જાય તેવી વ્યવસ્થા આ સરકારે કરી છે. સહકારી પ્રવૃત્તિ આપણાં માટે જીવાદોરી છે. સહકારી પ્રવૃત્તિને મજબૂત બનાવવા માટે સરકારના કાયદાનું પાલન કરવું પડે છે.
સોનગઢ સુ.ડી.ડિરેકટર જિગ્નેશભાઈ દોણવાલાએ સ્વાગત પ્રવચનમાં કહયું હતું કે ૧૧૪ વર્ષ પહેલા સુ.ડિ.બેંકની સ્થાપના થઈ હતી. જ્યારે સોનગઢ ખાતે ૭૨ વર્ષ પહેલા આ સહકારી બેંન્ક શરૂ કરવામાં આવી હતી. આજે બેંન્કના સ્થાપના દિને નવા ભવનના લોકાર્પણ આનંદનો દિવસ છે. સુરત-તાપી સુ.ડિ.બેન્કના ચેરમેન નરેશભાઈએ જણાવ્યું હતું કે ૩૨૪ જેટલી સહકારી મંડળીઓ પૈકી ૨૦૮ જેટલી કાર્યરત છે. ૬૦ જેટલી મંડળીઓ બંધ છે જે પણ સહકારી આગેવાનોના પ્રયાસથી શરૂ થાય તે માટે અપેક્ષા વ્યક્ત કરી હતી.
લોકાર્પણના આ પ્રસંગે સોનગઢ નગરપાલિકા પ્રમુખ ટપુભાઇ ભરવાડ, ડિરેકટર દિલીપભાઈ પાટીલ, એપીએમસી ના અશ્રવિંદભાઈ ,મહામંત્રી મયંકભાઈ જોષી સહિત મંડળીઓના સભાસદો,નગરના અગ્રણીઓ સામાજીક કાર્યકરો, સુ.ડિ.બેન્કના સ્ટાફગણ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ એમ ડી મહાવીરસિંહે કરી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *