“ગુજરાતવિધાનસભાના નાયકદંડક વિજયભાઈ પટેલ દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇ ખાતે મિલેટ્સ કોર્નર ખુલ્લો મુકાયો
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ચાલુ વર્ષ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે આખા વિશ્વમાં મેલેટ્સ એટલે કે પોશાક અનાજ ના પ્રચાર પ્રસાર માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે તેના જ એક ભાગરૂપે ડાંગ જિલ્લામાં આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે આજરોજ મિલેટ ફેસ્ટિવલ ની ઉજવણી કરવામાં આવેલ તેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રાંગણમાં બનવામાં આવેલ *મિલેટ કોર્નર* ડાંગના માનવતા ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ તેમજ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવીત દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો, આ મિલેટ્સ કોર્નર માં ગુજરાત અને ભારતમાં થતા વિવિધ મીલેટ્સ ના અલગ અલગ જાતોના બીજ તેમની કંટી તેમાંથી બનાવવામાં આવતી વિવિધ બનાવટો તેમજ મીલેટ્સને લગતું સાહિત્ય રાખવામાં આવેલ આ ઉપરાંત અલગ અલગ પોસ્ટરો તેમજ બેનરો દ્વારા મીલેટ્સનો ખોરાકમાં ઉપયોગ કરવાથી થતા ફાયદા વિશે ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકને માહિતગાર કરવામાં આવ્યા, આ પ્રસંગે વિજયભાઈ શ્રી તેમજ મંગળભાઈ શ્રી દ્વારા આ કોર્નર નો વિવિધ ખેડૂતો દ્વારા વધારેમાં વધારે લાભ લેવામાં આવે એવા સૂચનો કરેલ હતા આ મિલેટ્સ કોર્નર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વિજ્ઞાનીક અને વડા ડોક્ટર જીગ્નેશભાઈ ડોબરીયા ના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવેલ તે ઉપરાંત કેન્દ્રના વિવિધ વૈજ્ઞાનિકો તેમજ અન્ય સ્ટાફ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી એક જ દિવસની અંદર આ ખૂબ જ સરસ કોર્નર બનાવવામાં આવ્યો હતો, જે મુલાકાત લેનાર તમામ અધિકારીઓ તેમજ ખેડૂતોને ખૂબ જ પસંદ પડેલ