જૂનાગઢ રેન્જ ના *ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર દ્વારા જૂનાગઢ જિલ્લામાં સઘન .નાઈટ કોંબીંગ
*રિપોર્ટર: અનિષ ગૌદાણા ,જૂનાગઢ દ્વારા*
જૂનાગઢ જિલ્લા *પોલીસ વડા એસ, પી, સૌરભ સિંઘ* દ્વારા જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ પ્રોબે. ડીવાયએસપી સ્મિત ગોહિલ, પ્રોબે. ડીવાયએસપી એમ. ડી. બારીયા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ના પો.આઇ. કે.કે.ઝાલા, બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઈ આર.બી.સોલંકી, મહિલા પી.આઇ. જે.પી.વરિયા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પી.એસ.આઇ. આર.કે. ગોહિલ, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.જી. બડવા, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી. ધોકડિયા, સહિતની *અલગ અલગ સાત પોલીસ ટીમ દ્વારા જૂનાગઢ શહેરના સુખનાથ ચોક, દાતાર રોડ, ખાડિયા, પંચેશ્વર, ગાંધીગ્રામ, મુબારકબાગ, સહિતના વિસ્તારોમાં એક સાથે જનરલ કોંબિગ* હાથ ધરવામાં આવ્યું કોંબિંગની કામગીરી દરમિયાન *જુદીજુદી પોલીસ ટીમો દ્વારા અલગ અલગ ગુન્હામાં પકડાયેલા આરોપીઓને ચેક કરવામાં આવ્યા હતા. ઉપરાંત માથાભારે ઈસમોને તેમજ હદપાર થયેલા ઈસમોને પણ ચેક કરવામાં આવ્યા હતા. ઉપરાંત જુદાંજુદાં પોઇન્ટ ઉપર . વાહન ચેકીંગ તેમજ સઘન કાર્યવાહી દરમિયાન કેફી પીણું પી ને વાહન ચલાવતા તથા પીધેલા 03 ઈસમોને પણ પકડી પાડવામાં આવેલ હતા…
જૂનાગઢ શહેરમાં *પ્રોહીબિશન ના બુટલેગરોને* *જનરલ કોમ્બિંગ ચેકીંગ દરમિયાન કોર્ટ દ્વારા કાઢવામાં આવેલ પકડ વોરન્ટ મા હાજર નહીં થતા, કુલ આરોપીઓ* મળી આવ્યા હતા. જે પૈકી *ભૂતકાળમાં અનેક ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓ પૈકી, માથાભારે અને દારૂના કેસોમાં અવાર નવાર પકડાયેલ આરોપીઓ કિશન લક્ષ્મણભાઈ સોંદરવા, પરેશ ભરતભાઇ સૌંદરવા, સંજય ભરતભાઇ સૌંદરવા, વિજય પરસોત્તમભાઈ ચુડાસમા સહિતના આરોપીઓ *કોમ્બિંગ માં પકડાયેલ આરોપીઓને લોક અપમાં મુકવામાં આવતા,* એક સાથે આરોપીના કારણે એ ડિવિઝન પોલીસ સ્ટેશનનું *લોક અપ હાઉસ ફૂલ* થઈ ગયેલ હતું……_
કોમ્બિંગ થી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયેલ છે….