તાપી જિલ્લા ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભ -૨૦૨૨/૨૩ને ખુલ્લો મુકાયો

Contact News Publisher

તાપી જેવા નવા જિલ્લામાં દક્ષિણ ગુજરાતનો કાર્યક્રમ યોજાય ત્યારે આપણા માટે ગર્વનો વિષય છે- જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે
……………………
જીવનમાં ફક્ત ભણતર જ જરુરી નથી તેની સાથે સાથે ગણતર,ચણતર પણ જરુરી છે જેનથી આપણી કારર્કિર્દી રચાય છે.અને કોઇ પણ કારકિર્દી કલા વગર અધુરી છે-: કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે
……………………

માહિતી બ્યુરો તાપી તા. ૨૧ જિલ્લા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ તેમજ કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત ગમત અને યુવા વિકાસ અધિકારી તાપી ઘ્વારા આયોજીત દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભ-૨૦૨૨/૨૦૨૩ વ્યારા સ્થિત શ્યામા પ્રસાદ મુખરજી ટાઉન હોલ ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેના અઘ્યક્ષ સ્થાને ખુલ્લો મુકાયો હતો.
જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેએ આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે વિશ્વ માતૃભાષા દિવસ પણ છે અને આ રૂડો અવસર તાપી જેવા નવા જિલ્લામાં દક્ષિણ ગુજરાતનો કાર્યક્રમ યોજાય ત્યારે આપણા માટે ગર્વનો વિષય છે,આપણા જિલ્લામાં આપણા આંગણે બીજા જિલ્લાના મહેમાન કલાકારો આવ્યા છે અને તેમની કલાનું પ્રદર્શન કરવાના છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેએ આપણા જીવનમાં કલાનુ મહત્વ કેટલુ છે તે સમજાવતા જણાવ્યું હતું કે કલા,સાહિત્ય અને સંગીતના રસ વગરનો માનવી પશુ સમાન છે. દરેક માણસે કોઇ ને કોઇ કલામાં રસ લેવો જોઇએ, જીવનમાં ફક્ત ભણતર જ જરુરી નથી તેની સાથે સાથે ગણતર,ચણતર પણ જરુરી છે. ભણતર, ગણતર,ચણતરથી આપણી કારર્કિર્દી રચાય છે.અને કોઇ પણ કારકિર્દી કલા વગર અધુરી છે. આપણે આપણી અંદર રહેલી જે કલા છે એમાં પ્રવૃત્ત રહેવું જોઇયે. વધુમાં સરસ્વતીએ કલાકારોને વરદાન આપ્યું છે અને તમામ કલાકારો પોતાની શ્રેષ્ઠ કલાનું પ્રદર્શન કરો અને સુંદર મજાના પારિતોષિક જીતીને જાઓ એમ કહી કલેક્ટરસુશ્રી દવેએ કલાકારમિત્રો અને સ્પર્ધકોને શુભકામનાઓ પાઠવી હતી.

ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીએ કલાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતુ કે કલા વગરનો કોઇ મનુષ્ય નથી, દરેક વ્યક્તિંમાં કલા હોય છે અને લોકોમાં આવી કલાઓ સુષપ્ત અવસ્થામાં પણ રહેલી હોય છે અને એ કલાને બહાર લાવવા માટે, વિવિધ પ્રતિભાઓને ઉજાગર કરવા માટે આ પ્લેટ્ફોમ પુરૂ પાડવામાં આવ્યું છે.તેથી તમામે આવા અવસરનો લાભ લેવો જોઇયે.
આ કાર્યક્રમમાં ગરબા,વાસળી,ગઝલ શાયરી સ્પર્ધા યોજાઇ હતી જયારે કથ્થક,સુગમ સંગીત,ઓર્ગન, સર્જનાત્મક કામગીરી ૨૨-૦૨-૨૦૨૩ના બુધવારના રોજ સવારે યોજાશે.
આં પ્રસંગે સ્વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતા ગામીતે કર્યું હતું.આભાર દર્શન જિલ્લા રમત અધિકારીશ્રી ચેતન પટેલે કર્યું હતું.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી સેજલ રાણા, સંગઠન પ્રમુખશ્રી કુલીન પ્રધાન, ,ઇંચા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે.વલવી તથા ડી વાય એસ પીશ્રી.નાયક ,વિવિધ કલાના નિર્ણાયકશ્રીઓ,સંચાલકો, દક્ષિણ ગુજરતના જુદા જુદામાં જિલ્લાથી પધારેલ કલાકારો/સ્પર્ધાકો-ટ્રેનરો ઉપસ્થિત રહ્યા હતા.
00000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other