ઓરીસ્સાથી ટ્રક દ્વારા અમદાવાદ શહેર તરફ લઇ જવાતો ૫૭૩ કીલો ગાંજાનો જથ્થો કિં.રૂ. ૫૭,૩૧,૨૦૦/- નો સંયુક્ત ઓપરેશનથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાંચ તથા તાપી એસ.ઓ.જી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમર સાહેબ સુરત શહેર તથા અધિક પોલીસ મહાનિદેશકશ્રી, પિયુષ પટેલ સાહેબ, સુરત વિભાગ સુરત તથા અધિક પોલીસ કમિશનર શરદ શિઘલ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી રૂપલ સોલંકી સાહેબ ક્રાઇમબ્રાંચ નાઓએ નાબુદ કરવા માટે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં ચોરીછુપીથી નાર્કોટીક્સ ઘુસાડતા અટકાવવા અને ગુજરાતના યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવ્રુતી કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી સખતમાં સખત પગલા લેવા સુચના આપવામાં આવેલ. દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના PSI એમ.ડી.મહિડા નાઓને તા.૧૮/૦૨/૨૦૨૩ ના રોજ બાતમી હકીકત

મળેલ કે, ‘ઓરીસ્સાથી ટાટા ટ્રક નં PB-02-BN-9566 માં ગાંજાનો જથ્થો ભરી હૈદરાબાદ થઇ મહારાષ્ટ્ર નવાપુર થઇ ગુજરાતના ઉચ્છલ ચેક પોસ્ટ થઇ અમદાવાદ તરફ જનાર છે. વિગેરે બાતમી હકીકત આધારે પોલીસ કમિશનરશ્રી સુરત શહેર તથા અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સુરત વિભાગ સુરતનાઓએ એક સંયુક્ત ઓપરેશનનું આયોજન કરેલ. જેમાં પોલીસ અધિક્ષકશ્રી, તાપી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ તથા તાપી જીલ્લા એસ.ઓ.જી. પી.આઇ. વાય એસ શિરસાઠ તેમજ પી.એસ.આઇ.જે.બી.આહીર તથા ટીમો દ્વારા ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવેલ ઉચ્છલ પોલીસ સ્ટેશનનાં બેડકીનાકા ચેક પોસ્ટ ખાતે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઓરીસ્સા રાજ્યથી ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે ટ્રકમાં અલગ અલગ ચોર ખાનાઓ બનાવી ઘુસાડવામાં આવી રહેલ ગાંજાનો માતબર જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. સદર ઓપરેશન દરમ્યાન બેંડકીનાકા ચેક પોસ્ટથી એક ટાટા ટ્રક નં.PB-02-BN-9566 માંથી કુલ -૫૭૩ કીલો ગાંજાનો જથ્થો કીમત રૂપીયા-૫૭,૩૧,૨૦૦/- ની ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. આ ઓપરેશન દરમ્યાન કુલ ત્રણ આરોપીઓ નામે (૧) અવતારસીંગ લખવિંદરસીંગ સંઘ રહે છીડાના, થાના-લોપોગી, તા.અજનાલી, જી.અમ્રુતસર (પંજાબ) (૨) ગુરજીતસીંગ મંગલીંગ સોહતે રહે, આસરાપુર ગામ, પો,બહેરવાલ, થાના-લોયોગી, તો અજનાલા, જી અમૃતસર (પંજાબ) (૩) કિશનસીંગ દલજીતીંગ સોનીપેંડાર રહે સવાઇપુર ગામ, પોસ્ટ ઓફિસ પાસે, થાના ૪ તા.સતરથાના, જી.તરનતારા (પંજાબ) નાઓને ગાંજાના જથ્થા સાથે પકડી પાડવામાં આવેલ છે. જ્યારે ગાંજાનો જથ્થો મંગાવનાર, મોકલનાર અને ભરાવી આપવામાં મદદગારી કરનાર કુલ ચાર આરોપીઓ નામે (૧) વિજય અશોક કુલપતી હાલ રહે.વેસ સુરત મુલ રહે.ઓરીસ્સા (માલ મંગાવનાર) (૨) રંગનાથ નાયક રહે ગુલુબા જીલ્લો-ગજપતી, ઓરીસ્સા (માલ મોકલનાર) (૩) દિલબાગશિંગ ઉર્ફે બગ્ગા રહે.પંજાબ (માલ ભરાવી આપનાર) (૪) સબેગશિંગ હરીશિંગ રહે.બહેરીવાલ તા.અજનાલ જી.અમ્રુતસર, પંજાબ (ગાડી-ટ્રક માલીક) નાઓને ગુનાના કામે વોન્ટેડ જાહેર કરવામાં આવેલ હતા.

આ પકડાયેલ આરોપીઓ પાસેથી ગાંજાનો કુલ જથ્થો ૫૭૩ કીલો કિં.રૂ.૫૭,૩૧,૨૦૦/-, ટ્રક કિં.રૂ.૩,૦૦,૦૦૦/-, મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૨૦૦૦/- તથા રોકડા રૂપીયા-૬૩૦/- મળી કુલ મુદ્દામાલ કિં.રૂ.૬૪,૩૩,૮૩૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. આ બાબતે ઉચ્છલ પોર્સ્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૬૨૩૦૧૧૨/૨૦૨૩ એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮(સી), ૨૦(બી), ૨૯ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

ઉપરોક્ત વોન્ટેડ બતાવેલ આરોપીઓ પૈકી (૧) વિજય અશોક કુલપતી હાલ રહે.વેસુ સુરત મુલ

રહે.ઓરીસ્સા (માલ મંગાવનાર) (૨) રંગનાથ નાયક રહે ગુલુબા જીલ્લો-ગજપતી, ઓરીસ્સા (માલ મોકલનાર) (૩) દિલબાગશિંગ ઉર્ફે બગ્ગા રહે પંજાબ (માલ ભરાવી આપનાર)નાને બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરના PSI એન.ટી.દેસાણી દ્વારા મહેસાણા જીલ્લાના ઉનાવા ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે. સદર ગુનાની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તાપીનાઓ કરી રહેલ છે.

આમ ગુજરાત રાજયમા નાર્કોટીકસ ડ્રગ્સની બદીને ફેલાતી અટકાવવા માટેના પ્રયત્નોમા સુરત શહેર પોલીસ અને તાપી પોલીસને વધુ એક સફળતા મળેલ છે.

> આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ :- વિજય અશોક કુલપતી (માલ મંગાવનાર) વિરૂધ્ધ નીચે મુજબના ગુના નોંધાયેલ છે.

(૧) રાજકોટ શહેર ભકતીનગર પોસ્ટ ગુ.ર.નં. II/0133/2018 NDPS act B(C), 21, 29 (૩૫૦ કીલો ગાંજો) (૨) આણંદ જીલ્લો વીરસદ પોસ્ટે ગુ.ર.નં. II/58/2018 NDPS act 8(C), 20 (૨૦૨૪ કીલો ગાંજો)

32-

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *