*બળજબરીથી જમીન પચાવી પાડવાના ગુન્હામાં નાસતા ફરતા બે ઇસમોને ગેરકાયદેસર પિસ્તોલ તથા કાર્ટીશ સાથે પકડી પાડતી ચોટીલા પોલીસ*

Contact News Publisher

 

 

રિપોર્ટર:અનિષ ગૌદાણા,જૂનાગઢ

ચોટીલા પોલીસ દ્વારા મ્હે.પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ ગેરકાયદેસર હથિયાર રાખનારા ઇસમો શોધી કાઢી,ગે.કા હથિયાર ધારાના કેશો કરવા તથા ચોટીલા પોલીસ સ્ટેશન માં તાજેતર માં જમીન પચાવી પાડવાનો ગુન્હો દાખલ થયેલ હોય જેના આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.વી.બસીયા સાહેબ તથા અ.નાયબ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ ઉપાધ્યાય સાહેબ ને સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.વી.બસીયા સાહેબ તથા અ.નાયબ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ ઉપાધ્યાય સાહેબ ના સીધા માર્ગદર્શન મુજબ ચોટીલા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેકટર શ્રી આર.જે.રામ તથા પોલીસ સબ ઇન્સપેકટર શ્રી આર.જે.જાડેજા તથા પો.હેઙ.કોન્સ વિજયસિંહ ખુમાનસિંહ તથા પો.કોન્સ દેવરાજભાઇ મગનભાઇ તથા નરેશભાઇ મકવાણા તથા સરદાસિંહ જગાભાઇ તથા જયંતિભાઇ સોમાભાઇ વિગેરે સ્ટાફના માણસો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સમંલેન ના કાર્યક્રમ અનુસંધાને ચોટીલા રાજકોટ નેશનલ હાઇવે રોડ પર પેટ્રોલીંગ માં હતા.આ દરમ્યાન પોલીસ સબ ઇન્સપેકટર શ્રી આર.જે.જાડેજા ને તેમના ખાનગી બાતમીદારોથી હકિકત મળેલ કે ચોટીલા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં- ૧૧૨૧૧૦૦૯૨૦૦૦૦૩/૨૦૨૦ ઇ.પી.કો કલમ-૩૮૫,૪૪૭,૫૦૭,૪૨૭,૧૧૪ મુજબ ના ગુન્હાના કામે નાશતા ફરતા આરોપીઓ પૈકી નં-(૧)જસ્કુભાઇ વલકુભાઇ કાઠીદરબાર રહે.ખેરાણા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર તથા નં-(૨)જોગીદાસ ભુરાભાઇ કાઠીદરબાર રહે.ચિરોડા(ભા) તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળા એક નંબર પ્લેટ વગર ની આછા ડાર્ક ગ્રે કલર સ્વીફટકાર માં ગે.કા.હથીયાર લઇને નીકળવાના છે. તેવી સચોટ હકિકતના આધારે ચોટીલા રાજકોટ નેશનલ હાઇવે રોડ પર ચામુંડા પોલીસ ચોકી પાસે થી બન્ને ઇસમોને પકડી પાડી તેમના કબજામાંથી એક દેશી બનાવટ ની પિસ્તોલ કિરૂ. ૫૦૦૦/ તથા કાર્ટીશ નંગ-૦૫ કિરૂ.૫૦૦/ તેમજ એક પાકરક્ષણ હથિયાર પરવાના વાળી બાર બોર ડબલ બેરલ બંદુક જે આરોપી નં-૨ ની હોય જેને હથિયાર પરવાના લાયસન્સની શરતોનો ભંગ કરેલ હોય જેથી તેની કિરૂ.૪૦,૦૦૦/ ગણી તથા તેના કાર્ટીશ નંગ-૦૯ કિરૂ.૯૦૦/ તથા ત્રણ મો.ફોન જેની કિરૂ.૨૦,૦૦૦/ તથા એક આછા ડાર્ક ગ્રે કલર સ્વીફટકાર નવી કિરૂ.૬,૦૦,૦૦૦/ મળી એમ કુલ કિ.રૂા.૬,૬૬,૪૦૦/- નાં મુદામાલ સાથે પકડાઇ ગયેલ હોય તેનાં વિરૂધ્ધમાં આર્મ્સ એકટ કલમ ૨૫(૧)(૧-બી) એ, ૩૦ મુજબ અલગથી ચોટીલા પોલીસ દ્રારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

રિપોર્ટર:અનિષ ગૌદાણા,જૂનાગઢ

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other