તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ
Contact News Publisher
માહિતી બ્યુરો વ્યારા-તાપી તા.17: તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષ સ્થાને તથા ઇન્ચા.જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર. જે. વલવી સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
આ બેઠકમાં જરૂરી જગ્યાએ રેશનિંગ દુકાનોના સ્થળમાં ફેરફાર કરવા અંગે, FPS દ્વારા ૧૦૦% આધાર વેરિફાઇડ અનાજનું વિતરણ કરવા અંગે, સાયલંટ રેશનકાર્ડ અને વન નેશન વન કાર્ડના લાભાર્થીઓમાં થતા વધારા અંગે વિગતવાર ચર્ચાઓ કરી જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતા. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પાઉલ વસાવા તથા જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની વિવિધ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
00000000000
