વ્યારા નગરપાલિકાના વિવિધ વિકાસ કામોને રાજ્યકાક્ષાના મંત્રીશ્રી મુકેશ પટેલના હસ્તે લોકર્પણ કરી વિકાસ કામોને ખુલ્લા મુકાયા
માહિતી બ્યુરો તાપી તા.૦૩ રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અઘ્યક્ષસ્થાને વ્યારા નગરપાલિકાના વિવિધ વિકાસ કામોના લોકર્પણ માન.મંત્રીશ્રી તથા વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં રીબીન કાપી ખુલ્લા જાહેર કર્યા હતા.
જેમાં એસ.ટી.પી પાસે ફાયર સ્ટેશનનું અંદાજિત ૧૩૦.૩૦ લાખની રકમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશાવાડી કોલેજ રોડ થી ગોલ્ડન નગર સુધી (કપૂરા રોડ) માઇનર બ્રીજની અંદાજિત ૨૬૭.૯૨ લાખ રકમે તથા આશાવાડી કોલેજ રોડ થી ગોલ્ડન નગર સુધી (કપૂરા રોડ) ડામર રોડ બનાવવાનું કામનો અંદાજિત ખર્ચ ૧૭૭.૮૦ લાખ, એક્યુપ્રેશર પાર્કમાં એન્ટ્રસ ગેટ તથા ડાબી અને જમણી બાજુ ચેઇન લીંક ફેન્સીંગ કમ્પાઉંડ વોલ માટે અંદાજિત રકમ ૭૮.૫૬ લાખના ખર્ચે તથા ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીની મૂર્તિનો અંદાજિત ૨.૬૫ લાખના ખર્ચ બનાવી તેનું અનાવરણ કરવામાં આવ્યું હતુ. આમ, કુલ ૬૫૭.૨૩ લાખના લોકાર્પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યા હતા.
વધુમાં મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અંબાજી કોમ્પ્લેક્ષ, વ્યારા ખાતે બેંક ઓફ મહારાષ્ટ્ર પરિસર અને એ.ટી.એમ.બુથનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વિવિધ વિકાસ કામોના લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વાસાવા, ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, ધારાસભ્યશ્રી ડૉ.જયરામભાઈ ગામીત, ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડીયા, વ્યારા નગરપાલિકા પ્રમુખશ્રી શ્રીમતી સેજલબેન રાણા, વિક્રમભાઈ તારસાડીયા સહિત ઉચ્ચ અધિકારી -કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦