ડાંગ જિલ્લાની આંગણવાડી કાર્યકર બહેનો માટેની રિફેશર તાલીમ યોજાઇ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: 15: ડાંગ જિલ્લા પંચાયત હસ્તકની આઇ.સી.ડી.એસ. શાખા દ્રારા ગત તા. ૧૩/૦૨/૨૦૨૩ થી ૧૭/૦૨/૨૦૨૩ સુધી ૩૦ આંગણવાડી કાર્યકર બહેનો માટે રિફ્રેશર તાલીમનુ આયોજન “આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી તાલીમ કેન્દ્ર ખાતે કરવામા આવ્યુ હતુ.
આ તાલીમના શુંભારંભ અર્થે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મંગળભાઇ ગાવિત, મહિલા બાળ વિકાસ અને યુવા સમિતીના અધ્યાક્ષા શ્રીમતી સારૂબેન એમ. વળવી, તેમજ વઘઇ તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી હાજર રહ્યા હતા.
આંગણવાડી કાર્યકર બહેનોને ક્ષમતાવર્ધન તથા યોજનાની અધતન માહિતી મળી રહે અને તેમના કાર્યક્ષેત્રમા યોજનાના અમલીકરણમા મુશ્કેલી ન પડે તે હેતુથી આ તાલીમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
જિલ્લા પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિત તેમજ મહિલા બાળ વિકાસ અને યુવા સમિતીના અધ્યાક્ષાશ્રીના હસ્તે આંગણવાડી કાર્યકર બહેનોને તાલીમકીટનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.
આંગણવાડી કાર્યકરથી અધ્યક્ષા સુધી પહોંચેલ શ્રીમતી સારૂબેન એમ. વળવીએ પોતાના સમય દરમ્યાન કરેલ કર્તવ્ય નિષ્ઠાને બિરદાવતા તાલીમમા ભાગ લેનાર આંગણવાડી કાર્યકર બહેનોને પ્રેરણાના સ્ત્રોતરૂપી ઉતમ ઉદાહરણ રજુ કર્યુ હતુ.,
સમગ્ર કાર્યક્રમનુ સંચાલન જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી ના નેજા હેઠળ કરવામા આવ્યુ હતુ.
–