તાપી જીલ્લાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ખાતે “સ્વસ્થ મન સ્વસ્થ ઘર” થીમ અંતર્ગત સાયક્લોથોન તેમજ હેલ્થ મેળા કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

માહિતી બ્યુરો તાપી તા.૧૪ આઝાદી કા અમૃત મહોત્સવ ઝુંબેશનાં ભાગરૂપે તાપી જીલ્લાના તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ખાતે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત તાપી તેમજ જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા તા.૧૪-૦૨-૨૦૨૩નાં રોજ “સ્વસ્થ મન સ્વસ્થ ઘર” થીમ અંતર્ગત સાયક્લોથોન તેમજ હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનાં કોમ્યુનીટી હેલ્થ ઓફિસર દ્વારા યોગા, મેડીટેશન, તેમજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે જરૂરીયાત મુજબ સ્પેશ્યાલીસ્ટ સાથે ટેલી-કન્સલ્ટેશન કરી ઘર આંગણે સારવાર લઈ શકાય તેમજ ઈ-સંજીવની કોલ કરી જરૂરી માહિતી મેળવી શકે તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા
વધુમાં દર માસના ૧ થી ૫ તારીખ સુધીમાં ઓછામાં ઓછા એક દિવસ માટે નિશ્ચય પોષણ અભિયાન દરેક હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે કરવામાં આવે છે.મહિનાના ૧ અને ૩ (ત્રીજા) શનિવારે નોન-કોમ્યુનિકેબલ ડીસીઝ સ્ક્રીનીંગ અને દવાઓનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે તે અંગેની માહિતી લાભાર્થીઓને આપવામાં આવી હતી. મહિનાના બીજા અને ચોથા શનિવારે સ્કીલ સેલ ડીસીઝ સ્ક્રીનીંગ દરેક હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે કરવામાં આવશે. તથા હવે પછી દર માસના ૧૪ તારીખે “સ્વસ્થ મન સ્વસ્થ ઘર” થીમ અંતર્ગત સાયક્લોથોન તેમજ હેલ્થ મેળા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગામની ધાત્રી માતાઓને, એ.એન.સી., ૦ થી ૫ વર્ષનાં બાળકોમાં કુપોષણ નિવારવા, કિશોર-કિશોરીઓને આરોગ્ય શિક્ષણ,બિનચેપી રોગો(NCD) તેમજ મેન્ટલ હેલ્થ વિષે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતેના મેડીકલ ઓફિસરશ્રીઓ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં દરેક તાલુકામાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનાં આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, ગ્રામપંચાયતના સભ્યશ્રીઓ, આંગણવાડીના બહેનો, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતેના કર્મચારીઓ આશાબહેનો તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા.“સ્વસ્થ મન સ્વસ્થ ઘર” સ્લોગનને સાકાર કરવા માટે શપથ લેવામાં આવી હતી.તાપી જીલ્લાના તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો મળી ૫૦૦૦ હજાર થી વધુ લોકો સાયક્લોથોનમાં જોડાયા હતા.
૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *