જનરલ હોસ્પિટલ વ્યારા દ્વારા ફેબ્રુઆરી-૨૩ દરમિયાન સાયકીયાટ્રીસ્ટ અને ઓપ્થલ્મોલોજી કેમ્પનું આયોજન

Contact News Publisher

(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૦૮- આથી તમામ નાગરિકોને જણાવવાનું કે જનરલ હોસ્પિટલ,વ્યારા દ્વારા ફેબ્રુઆરી-૨૩ દરમિયાન સાયકીયાટ્રીસ્ટ અને ઓપ્થલ્મોજી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાયકીયાટ્રીસ્ટ કેમ્પ શેડ્યુલ માસના બીજા મંગળવાર તા.૧૪/૦૨/૨૦૨૩ ના રોજ સા.આ.કેન્દ્ર નિઝર અને ત્રીજા મંગળવાર તા.૨૧/૦૨/૨૦૨૩ ના રોજ સા.આ.કેન્દ્ર જામખડી,સા.આ.કેન્દ્ર સોનગઢ અને ચોથા મંગળવાર તા.૨૮/૦૨/૨૦૨૩ ના રોજ સા.આ.કેન્દ્ર ચિત્તપુર ,સા.આ.કેન્દ્ર કુકરમુંડા ખાતે યોજાશે.
જ્યારે ઓપ્થલ્મોલોજી કેમ્પ તા.૧૫/૦૨/૨૦૨૩ ના રોજ જનરલ હોસ્પિટલ,વ્યારા અને એસ.ડી.એચ. સોનગઢ ખાતે યોજાશે. તા.૨૨/૦૨/૨૦૨૩ ના રોજ સી.એચ.સી.ડોલવણ અને વાલોડ ખાતે યોજાશે. જેનો લાભ લેવા મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સીવીલ સર્જનશ્રી,જનરલ હોસ્પિટલ વ્યારા દ્વારા જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *