બાળકો કૃમિ રહિત થાય અને તેમનો શારિરીક વિકાસ થાય તે માટે “ક્રુમિ નાશક દિવસ” અંતર્ગત આગામી તા.૧૦ ફેબ્રુઆરી થી ૧૭ ફેબ્રુઆરી-૨૦૨૩ સુધી આલ્બેન્ડાઝોલની ગોળી ગળાવામાં આવશે
૧ થી ૫ વર્ષના તમામ બાળકોને વિટામીન – એ બાય એન્યુઅલ રાઉન્ડ તા.૧ ફેબ્રુઆરી થી ૩૧ માર્ચ-૨૦૨૩ સમય ગાળા દરમિયાન ૨ml સીરપ પીવડાવવામાં આવશે
………….
જિલ્લાની ૧૦૮૯ શાળાઓ અને ૧૦૪૯ આંગણવાડી ખાતે ૧ થી ૧૯ વર્ષના ૧,૯૩,૨૭૭ બાળકોને આવરી લેવામાં આવશે.
…………..
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.08: તાપી જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાની ઉપસ્થિતિમાં આરોગ્ય શાખા અંતર્ગત નેશનલ હેલ્થ મિશનની સમિક્ષા બેઠકમાં મળેલ સુચના અનુસાર આગામી તા.૧૦ ફેબ્રુઆરી થી તા.૧૭ ફેબ્રુઆરી-૨૦૨૩ના “ક્રુમિ નાશક દિવસ” અન્વયે તાપી જિલ્લાની ૧૦૮૯ શાળાઓ અને ૧૦૪૯ આંગણવાડી ખાતે ૧ થી ૧૯ વર્ષના ૧,૯૩,૨૭૭ બાળકોને આલ્બેન્ડાઝોલની ગોળી ચાવીને ગળાવવામાં આવશે. આમ, તાપી જિલ્લાના બાળકો કૃમિ રહિત થાય અને તેમનો શારિરીક વિકાસ થાય તે માટે આંગણવાડી કેન્દ્રો તેમજ શાળાઓ ખાતે ગોળી ચાવીને ગળાવવામાં આવશે.
તેમજ ૧ થી ૫ વર્ષના તમામ બાળકોને વિટામીન – એ બાય એન્યુઅલ રાઉન્ડ તા.૧ ફેબ્રુઆરી થી ૩૧ માર્ચ-૨૦૨૩ સમય ગાળા દરમિયાન ૨ml સીરપ પીવડાવવામાં આવશે. વિટામીન – એ થી બાળકોમાં રતાંધણાપણા જેવા રોગ સામે રક્ષણ મળે છે તેમજ બાળકોની દ્રષ્ટી શક્તિના સુધારામાં મહત્વનો ભાગ ભજવે છે. બન્ને કાર્યક્રમોનો તાપી જિલ્લાના તમામ બાળકો મહતમ લાભ લઈ શકે તે માટે આરોગ્ય વિભાગ, મહિલા બાળ વિકાસ વિભાગ અને શિક્ષણ વિભાગના સહયોગથી સઘન કામગીરી કરવામાં આવશે એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પાઉલ વસાવાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦