જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ
તાપી જીલ્લાની પ્રા.આ.કે. માયપુર અને ચાંપાવાડી NQAS Certified સંસ્થા જાહેર થતા અભિનંદન પાઠવતા જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે
…………..
આગામી ૧૦મી ફેબ્રુઆરીથી નેશનલ ડિવોર્મીંગ ડે ( ૧-૧૮ વર્ષના લાભાર્થીઓ માટે) અને વિટામીન-એ સપ્લીમેન્ટેશન (૧-૫ વર્ષના બાળકો માટે) રાઉન્ડ યોજાશે
…………..
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.08: તાપી જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાની ઉપસ્થિતિમાં આરોગ્ય શાખા અંતર્ગત નેશનલ હેલ્થ મિશન હેઠળના આરોગ્યલક્ષી કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ જેમાં આરોગ્ય વિભાગને લગતા વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા અને સુચનો કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટરશ્રીએ માતા અને બાળ મરણ સર્વેલન્સ રિસ્પોન્સ કમિટિ અંતર્ગત વર્ષઃ2022-23 માં થયેલ માતા અને બાળ મરણ અંગે સમીક્ષા કરવામાં આવી તથા 4 માતા મરણ અને 4 બાળમરણના કેસોની સમીક્ષા કરતા માતા તથા બાળ મરણના કારણોની અંગે ચર્ચા કરી આ અંગે સઘન પગલા લઇ તેને રોકવા અંગે જરૂરી મુદ્દાઓ અંગે સુચનો કર્યા હતા. ગવર્નીંગ બોડી (ડી.એચ.એસ.) કમિટિ અને જાહેર આરોગ્ય સંકલન સમિતિ અંતર્ગત વર્ષઃ2022-23માં થયેલ કામગીરીની ગત વર્ષ સાથે સરખામણી તથા એ.એન.સી. રજીસ્ટ્રેશન, અર્લી એ.એન.સી., ડિલિવરી, ઈમ્યુનાઈઝેશન, કુટુંબ કલ્યાણ, ટી.બી., લેપ્રસી, મેલેરીયા, નોન કોમ્યુનીકેબલ ડિસીઝ અંગે સમિક્ષા કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન કમિટિ અંતર્ગત દર માસે 9મી તારીખ અને 24 તારીખે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન દિવસની ઉજવણી કરવામાં આવે છે આ સાથે જોખમી સગર્ભા માતાની સમયાંતરે તપાસ કરવામાં આવે છે. તથા તેઓને જાગૃત કરવામાં આવે એમ જણાવ્યું હતું. ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સ ફોર ઈમ્યુનાઈઝેશન (ડી.ટી.એફ.આઈ.) કમિટિ અંતર્ગત માહેઃડિસેમ્બર-2022 તથા જાન્યુઆરી-2023માં યોજાયેલ સ્પેશ્યલ ઈમ્યુનાઈઝેશન રાઉન્ડ અંગે સમીક્ષા કરી, ડિસ્ટ્રીક્ટ કમિટિ ફોર એડોલેશન્ટ હેલ્થ કમિટિ અંતર્ગત 10 થી 18 વયજુથના બાળકોના આરોગ્ય શિક્ષણ અંગે ચાલી રહેલ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત થયેલ કામગીરી અંગે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા ક્વોલીટી એસ્યોરન્સ કમિટિ અંતર્ગત સરકારી આરોગ્ય સંસ્થાઓ સરકારશ્રીના ધારાધોરણ મુજબ કામગીરી કરવામાં આવે તે અંગે ચર્ચા કરવામાં આવી. તાપી જીલ્લાની પ્રા.આ.કે. માયપુર અને ચાંપાવાડી NQAS Certified સંસ્થા જાહેર થતા આ બાબતને વધાવી લેતા આરોગ્ય વિભાગને અભિનંદન આપ્યા હતા તથા અન્ય તમામ સંસ્થાઓ પણ NQAS Certified બને તે માટે આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ અધિકારીઓ સઘન કામગીરી હાથ ઘરે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ ઉપરાંત પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત માહેઃજાન્યુઆરી-2023 અંતિત થયેલ કામગીરી અંગે ચર્ચા તથા આગામી સમયમાં ૧૦મી ફેબ્રુઆરીનાં રોજ થી યોજાનાર નેશનલ ડિવોર્મીંગ ડે (૧-૧૮ વર્ષના લાભાર્થીઓ માટે) અને વિટામીન-એ સપ્લીમેન્ટેશન (૧-૫ વર્ષના બાળકો માટે) રાઉન્ડના આયોજન અંગે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. સિકલસેલ એનિમિયાં કંટ્રોલ પ્રોગ્રામ કમિટિ અંતર્ગત જીલ્લામાં સિકલસેલ રોગના દર્દીઓ તથા સિકલસેલ દર્દીઓને વિકલાંગતાનું સર્ટીફિકેટ ઈશ્યુ કરવા અંગે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ડિસ્ટ્રીક્ટ ગ્રીવન્સ રીડ્રેસલ કમિટિ અંતર્ગત ઈશ્યુ કરવામાં આવેલ PMJAY Card, અને ક્લેઈમ્સ અંગે ચર્ચા, ડિસ્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનિટ, તાપી અંતર્ગત 15માં નાણાંપંચ અંગેની જિલ્લાકક્ષાની કમિટિમાં અર્બન હેલ્થ સેન્ટર, વ્યારાને અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે કાર્યરત કરવા અંગે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પાઉલ વસાવા દ્વારા પ્રેઝનટેશનના માધ્યમથી આરોગ્ય વિભાગની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ, પીએચસીના ડોક્ટરરસ સહિત વિવિધ એમ.ઓ, આશાવર્કરો ઉપસ્થિત રહ્યા હતા.
000000000