ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની અધ્યક્ષતામાં ભાજપ તાપી જિલ્લાની કારોબારી યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભાજપાની રાષ્ટ્રીય કારોબારી બાદ પ્રદેશ કારોબારી અને ત્યારબાદ જિલ્લા તથા મહાનગરોની યોજાતી કારોબારી બેઠકોનાં ઉપક્રમે રવિવારે સોનગઢ અગ્રસેન ભવનમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની અધ્યક્ષતામાં તાપી જિલ્લાની કારોબારી બેઠક મળી હતી. બેઠકનો પ્રારંભ વંદે માતરમ ગાન સાથે થયો હતો. પ્રારંભમાં પ્રદેશના આગેવાનોના હસ્તે દીપ પ્રાક્ટ્ય બાદ બેઠકને સંબોધતા પ્રદેશ મહામંત્રી રત્નાકરજીએ જણાવ્યું હતું કે આજે પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં સમગ્ર વિશ્વમાં ભારતે એક અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બેઠકમાં તેઓએ સંગઠનને વધુને વધુ મજબૂત કરવા અને આગામી 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કટિબદ્ધ બનવા કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું. આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે સંગઠનને વધુ મજબૂતાઈ આપવા બુથ સ્તર પર, શક્તિ કેન્દ્રો પર, પેજ કમિટી સ્તર પર કાર્યકર્તાઓની ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં શ્રી અશોકભાઈ ધોરાજીયાજીએ વિધાનસભાની ઐતિહાસિક જીત અને તેમાંય ખાસ કરીને તાપી જિલ્લાની તમામ બેઠકો પરના વિજય બદલ કાર્યકર્તાઓને શુભકામના પાઠવી હતી. તેઓએ રાજકારણમાં આવતી ઉત્સાહિત યુવા પેઢીને પાર્ટીમાં સમાવવા, તેઓને કાર્યશક્તિ પ્રમાણે યોગ્ય સ્થાન આપવા સુચન કર્યુ હતુ. હાલ ગુજરાતનું ૮૫ ટકા સહકારી માળખામાં ભાજપનો પ્રભુત્વ છે. આ સહકારી માળખામાં રાજકિય રીતે ગુંચવણ ઉભી થતી હતી, ત્યારે પ્રતિનિધિત્વ કરનાર ઇચ્છુક ઉમેદવાર માટે હવે મેન્ડેટ પ્રથા અમલ મુકી હોઇ પાર્ટી ઉમેદવાર નક્કી કરશે. તેઓએ બે માસનાં આ રાજકિય ટુંકા વેકેશન બાદ કાર્યકરોને આગામી લોકસભાની ચુંટણી માટેની તૈયારીમાં જોડાવા અપીલ કરી હતી.
ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામીતે સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં થયેલા ઐતિહાસિક વિજય માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી શ્રી અમિત શાહ તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ અને શ્રી અશોકભાઈ ધોરાજીયાજીના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન બદલ સૌનો આભાર માન્યો હતો. તાપી જિલ્લાની સંપૂર્ણ બેઠકો પર ભાજપના ભવ્ય વિજય બદલ કાર્યકર્તાઓ અને મતદારોનો પણ આભાર માન્યો હતો. ગત દિવસોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનાં માતૃશ્રી તેમજ તાપી જિલ્લામાં ભાજપના અવસાન પામેલા કાર્યકર્તાઓને શાબ્દિક શ્રદ્ધાંજલિ પાઠવી બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. તેઓએ બજેટ અને સરકારની સિદ્ધિઓને લઈ ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને સૌએ તેમને અનુમોદન આપ્યું હતું. આ બેઠકમાં કિસાન મોર્ચાનાં પ્રમુખ શ્રી ઘનશ્યામભાઇ પટેલએ દેશભરમાં સહકારી ક્ષેત્રમાં ભાજપાનાં યોગદાન તેમજ આગામી સમયમાં સંગઠનની કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી, જયારે કોર્પોરેટર શ્રી કલ્પેશભાઈ ઢોડિયાએ જી-20 ભારત 2023માં ભારતની વૈશ્વિક સ્તર પરની ભૂમિકા અંગે ગહન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સહકારી વિભાગનાં વિડિયોનુ નિદર્શન કર્યુ હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરજભાઇ વસાવા, 171 વ્યારા વિધાનસભા ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી, 170 મહુવા વિધાનસભા ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા, સુરત ડિસ્ટ્રિકટ કો.ઓ. બેંકનાં ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી કાંતિભાઈ ગામીત, જિલ્લા સંગઠન મહામંત્રી શ્રી વિક્રમભાઇ તરસાડીયા, શ્રી પંકજભાઇ ચૌધરી, 23 બારડોલી લોકસભા નાં વિસ્તારક શ્રી મિતલભાઈ સોલંકી અને જિલ્લા સંગઠનના વિવિધ પદાધિકારીઓ, કોર્પોરેટરો, પેજ સમિતિ તેમજ વોર્ડ- મંડળના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી શ્રી પંકજભાઈ ચૌધરીએ કર્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *