સામાજિક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ અભ્યાસ લોન તથા કોમર્શીયલ પાયલોટ લાયસન્સ તાલીમ લોન યોજના
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ અભ્યાસ લોન તથા કોમર્શીયલ પાયલોટ લાયસન્સ તાલીમ લોન યોજના અમલમાં છે.
…………….
માહિતી બ્યુરો,તાપી તા.૦૬ વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત S.E.B.C. વર્ગના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ધોરણ ૧૨ માં ઓછામાં ઓછા ૬૦ % કે તેથી વધુ ગુણ હોવા જોઇએ તેમજ વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટે ૫૦% કે થી વધુ ગુણ હોવા જોઈએ. આ યોજનામાં મહત્તમ ૧૫ લાખની લોન વાર્ષિક ૪%ના સાદા વ્યાજ સાથે આપવામાં આવે છે. આ યોજનાની કુંટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા ૧૦ લાખથી ઓછી હોવી જોઈએ.
કોમર્શીયલ પાયલોટ લાયસન્સ તાલીમ લોન યોજના અંતર્ગત S.E.B.C. વર્ગના વિદ્યાર્થીઓને કોમર્શીયલ પાયલોટ લાયસન્સ તાલીમ માટે ઉમેદવારે મેટ્રિક્યુલેશન અથવા હાયર સેકન્ડરી અથવા ઇન્ડિયન સ્કુલ ઓફ સર્ટિફીકેટ કેતેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ. આ યોજનામાં મહત્તમ ૨૫ લાખની લોન વાર્ષિક ૪ %ના સાદા વ્યાજ સાથે આપવામાં આવે છે. આ યોજનામાં કોઈ આવક મર્યાદા નથી.
આથી તાપી જિલ્લાની જાહેર જનતાને SEBCના વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની આ બન્ને યોજનાઓનો મહત્તમ લાભ મેળવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાપી જિલ્લાની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
આ યોજના અંગે કોઈ પણ પ્રકારની માહિતી કે વધુ જાણકારી માટે ગુજરાત સરકારની ઓનલાઈન પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in/ લોગીન કરીને મેળવવાની રહેશે તેમજ જિલ્લા સમાજ અધિકારી (વિ.જા.)ની કચેરી, તાપી, બ્લોક નં. ૪, પહેલો માળ, પાનવાડી, તા.વ્યારા, જિ.તાપી ફોન નં. ૦૨૬૨૬-૨૨૦૩૨૪ અને ઈ- મેઈલ આઈ.ડી. swo-ddcw-tapi@gujarat.gov.in પર સંપર્ક કરવાનો રહેશે.
00000000000