આઠમી જાન્યુઆરીએ નર્મદા જિલ્લાના ઝરવાણી ખાતે એન્ટી કાસ્ટ (એસી) ભારત સરકારનું મહાસંમેલન મળશે
(જ્યોતિ જગતાપ દ્વારા, રાજપીપલા) : આઠમી જાન્યુઆરીએ નર્મદા જિલ્લાના ઝરવાણી ખાતે એન્ટી કાસ્ટ (એસી )ભારત સરકાર નું મહાસંમેલન મળશે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
એન્ટી કાસ્ટ (એસી) એટલે કે સતીપતી પંચના લોકો અંગ્રેજોના વખતથી સરકારના કોઇ કાયદા અને દસ્તાવેજોને માનતા નથી. તેમના અલગ કાયદાઓ છે. અને જેના પર ભારત સરકાર લખેલું હોય અને જેની નીચે ભારત સરકારની સહી હોય તેવા જ દસ્તાવેજને તેઓ માન્ય રાખે છે. તેની આ કાયદાની સમજ આપવા માટે આ સંમેલન યોજાઈ રહ્યું છે.
તેઓ માને છે કે આદિવાસીઓ સીધી લીટીના મૂળ વારસદારો છે. એટલે માતા અને પત્ની એટલે પિતા અર્થાત્ અમે આદિવાસીઓ માતાપિતાના સંતાનો છીએ અને પ્રકૃતિના પૂજક છીએ આ પંથ ભારત સરકારની ચલણી નોટ જેના પર ભારત સરકારની સહી છે તેને જ દસ્તાવેજ તરીકે માને છે બીજા દસ્તાવેજોને તેઓ માનતા નથી આધાર કાર્ડમાં પણ માનતા નથી. એ ઉપરાંત આદિવાસી સમાજને તેમના અધિકારો આપવાની જાણ થાય તે માટે અને વિશ્વશાંતિ માટે આ મહા સંમેલન બોલાવી રહ્યું છે. તેઓ તેમના દસ્તાવેજો તેમની લાલ લાઇટવાળી ગાડીમાંલઇ ને આવશે . તેઓ માને છે કે તેઓ ભારત દેશના મૂળ માલિકો છે . અને અંગ્રેજોના વખતથી આ ઓનર કેસરીસિંગને આપેલ ત્યાર પછી તેમના પુત્ર રવિન્દ્રસિંહ આ ચળવળ ચલાવી રહ્યા છે . તેમની આગેવાનીમાં ઝરવાણી ખાતે મોટું સંમેલન યોજાશે. જેમાં આદિવાસી સમાજના સંગઠનો મોટી સંખ્યામાં જોડાશે.