“અપસ્કેલિંગ આપદા મિત્રો” પ્રોજેકટ હેઠળ તાલીમબધ્ધ થયેલા તાપી જિલ્લાના ૧૮૦ આપદા મિત્રોને પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે “ઇમરજન્સી રેસ્ક્યુ કીટ” આપી પ્રોત્સાહિત કરાયા
તાપી જિલ્લાના “૧૮૦” જેટલા “આપદા મિત્રોને” SDRF-વાવ સુરત ખાતે તાલીમબદ્દ કરાયા.
………….
ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ આવેલ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી અને ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી ગાંધીનગર દ્વારા ગુજરાત રાજયના ૧૭ જિલ્લામાં “અપસ્કેલિંગ આપદા મિત્રો” પ્રોજેકટ દ્વારા આપત્તિ સમયે ત્વરીત રીસ્પોન્સ મળી રહે તે હેતુસર સ્થાનિક ક્ષમતામાં સુધારો લાવવા લાગુ કરેલ છે. તાપી જિલ્લામાંથી કુલ ૨૦૦ આપદા મિત્રોની પસંદગી કરવા લક્ષ્યાંક આપવામાં આવેલ હતો. જેમાં તાપી જિલ્લાના આપદા મિત્રોને પ્રથમ તબક્કામાં ૫૦-૫૦ની બે બેચો દ્વારા ૮૪ આપદા મિત્રોને અગાઉ તાલીમબદ્દ કરવામાં આવ્યા હતા. હાલ બીજા તબ્બક્કા દરમિયાન ત્રીજી બેચ દરમિયાન ૪૧ આપદા મિત્રોને તાલીમબદ્દ કરેલ અને હાલ ચાલુ બેચમાં ૫૪ આપદા મિત્રો તાલીમ માટે એસ.આર.પી.એફ ગૃપ વાવ, સુરત ખાતે તાલીમ મેળવી રહ્યા છે.
તાપી જિલ્લામાંથી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેંટ-કલેકટર કચેરી દ્વારા જિલ્લા પોલીસ વિભાગ સાથે સંકલન કરી તમામ તાલુકાઓમાંથી જી.આર.ડી અને હોમગાર્ડઝ જવાનોને આપદા મિત્રો તરીકે પસંદગી કરી તાલીમબદ્દ કરવામાં આવી રહયા છે. જેથી જિલ્લામાં કોઇ પણ આફત જેવી કે પૂર, ભુકંપ, વાવાઝોડા, આગ અને રોડ અસ્ક્માત અને અન્ય દુર્ઘટનાના સમયે જિલ્લાના સ્થાનિક તાલીમબદ્દ જવાનો દ્વારા પ્રતિસાદ આપી શોધ-બચાવ, પ્રાથમિક સારવાર તથા રાહત અને બચાવ અંગેની કામગીરી કરી જિલ્લા વહીવટીતંત્રને મદદગાર બની વધુ મોટી જાનહાનિ થતા અટકાવી શકાય એમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીશ્રી કે.કે.ગામીત દ્વારા જણાવાયું છે.
તાપી જિલ્લામાંથી ૨૦૦ આપદા મિત્રોને સ્ટેટ ડિઝાસ્ટર રીસ્પોંસ (એસ.ડી.આર.ડી.એફ) ટીમ દ્વારા ૧૨-૧૨ દિવસીય તાલીમ આપી તાલીમબ્દ્દ કરવામાં આવશે અને ત્યારબાદ તાલીમપુર્ણ કર્યાબાદ તમામ આપદા મિત્રોને “ઇમરજન્સી રેસ્ક્યુ કીટ” પણ આપવામાં આવશે. જેમાં આજરોજ રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે “અપસ્કેલિંગ આપદા મિત્રો” પ્રોજેકટ હેઠળ તાલીમ બધ્ધ થયેલા આપદામિત્રોને “ઇમરજન્સી રેસ્ક્યુ કીટ” આપી તેઓની કામગીરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦