રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલનો પ્રવાસ કાર્યક્રમ
માહિતી બ્યુરો તાપી તા. ૦૨: આજે તા.૦૩-૦૨-૨૦૨૩ રોજ રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ સવારે ૧૦.૦૦ કલાકે ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ વ્યારા ખાતે જિલ્લા કક્ષાનાં રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત રહશે.ત્યાર બાદ ૧૧.૦૦ કલાકે કલેક્ટર કચેરી ખાતે વિવિધ યોજનાઓ હેઠળ મંજુર થયેલ કામોની પ્રગતિ તેમજ બચત રહેલી ગ્રાન્ટની વિગતો અંગેની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેશે, ૧૩.૩૦ કલાકે અંબાજી કોમ્પ્લેક્ષ, વ્યારા ખાતે બેંક ઓફ મહારાષ્ટ્રનાં ઉદ્દઘાટન કાર્યક્રમ, ૧૪.૦૦ ક્લાકે એસ.ટી.પી. પાસે, ખટાર ફળીયુ, વ્યારા ખાતે ફાયર સ્ટેશનનાં લોકાર્પણ કાર્યક્રમ, ૧૪.૧૫ કલાકે ગોલ્ડન નગર પાનવાડી કેનાલ ખાતે આશાવાડી કોલેજ રોડથી ગોલ્ડન નગર સુધી (કપુરા રોડ) માઇનર બ્રીજ/ડામર રોડનાં લોકાર્પણમાં હજરી આપશે.૧૪.૩૦ કલાકે જલવાટીકા તળાવ, આઉલેટ ગેટ પાસે, વ્યારા ખાતે એક્યુપ્રેશર પાર્કમાં એન્ટ્રસ ગેટ તથા ડાબી અને જમણી બાજુ ચેઇન લીંક ફેન્સીંગ કમ્પાઉન્ડ વોલનાં લોકાર્પણ કાર્યક્રમ, તથા ૧૫.૦૦ કલાકે ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીની મૂર્તિ અનાવરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
૦૦૦૦૦૦૦