તાપી જિલ્લામાં મત્સ્ય ઉછેર પ્રવૃતિ થકી ગ્રામ્યકક્ષાએ સખી મંડળ અને ગ્રામ પંચાયતોમાં આવકના સ્ત્રોતનું નિર્માણ

Contact News Publisher

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષસ્થાને સરપંચશ્રીઓ તથા તલાટીશ્રીઓ સાથે બેઠક યોજાઇ
…………………
આગામી સમયમાં તાપી જિલ્લાના ૧૮ બારમાસી તળાવોમાં મત્સ્ય ઉછેરનું આયોજન
…………………

(માહિતી બ્યુરો, વ્યારા-તાપી)તા.૦૨: તાપી જિલ્લા પંચાયત કચેરીના સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષસ્થાને સરપંચશ્રીઓ તથા તલાટીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી સમયમાં તાપી જિલ્લાના ૧૮ બારમાસી તળાવોમાં મત્સ્ય ઉછેર પ્રવૃતિનું આયોજન અંગે તમામ સરપંચશ્રીઓ તથા તલાટીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આયોજન અનુસાર જિલ્લા પંચાયત હસ્તક સિંચાઇ વિભાગના માર્ગદર્શન હેઠળ અને મત્સ્ય વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી બરમાસી તળાવોમં મત્સ્ય ઉત્પાદનની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં ગ્રામ પંચાયત, મત્સ્ય વિભાગ અને સખી મંડળ દ્વારા સંચાલન હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ સખીમંડળને રોજગારી મળશે તથા ગ્રામપંચાયતની આવકનો સ્ત્રોત ઉભો હશે જેના થકી એકંદરે ગામનો વિકાસ થશે. આ તળાવોને સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઉંડા કરવામાં આવશે. આ સાથે તળાવોના નજીકની નદી કે નહેરથી પાણીનો સ્ત્રોત પુરો પાડવામાં આવશે.
તાપી જિલ્લાના ૧૮ બારમાસી તળાવોમાં ડોલવણ તાલુકાનું ઘાણી-૦૨, પાલાવાડી(જુનું), વ્યારા તાલુકાનું ચાંપાવાડી, કોહલી, કેળકુઇ, વાલોડ તાલુકાનું બેડકુવા, દેગામા, સીકેર, સોનગઢ તાલુકાનું માળ નવું(માળ-૨), મંગલદેવ ખાંચ ફ.(જુનું), મંગલદેવ ખાંચ ફ.(નવું), મંગલદેવ મૌલી ફ., પહાડદા, સિનોદ, ઉચ્છલ તાલુકાનું ગવાણ, કરોડ, કટાસવાણ અને રણાઇચી ગામના તળાવનો સમાવેશ થાય છે.
અત્રે નોંધનિય છે કે, રાજ્યસરકાર દ્વારા ગુડ ગવર્નન્સ અંતર્ગત ૧૦૦ દિવસની કામગીરીનું એક્શન પ્લાન તમામ જિલ્લાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લા પંચાયત દ્વારા વિકાસના કામો છેવાડાનાં માનવી સુધી પહોંચે તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના માર્ગદર્શન, સુપરવિઝન અને નિયંત્રણ હેઠળ વિવિધ કામો હાથ ધરવામાં આવેલ છે. જેમાં તાપી જિલ્લાની પંચાયત હસ્તકની વિવિધ યોજનાઓ જેમકે, ૧૫ માં નાણાપંચ, વિકેન્દ્ર જિલ્લા આયોજન, એટીવીટી, વિવેકાધીન પ્રોત્સાહક જોગવાઈઓ, વિકાસ તાલુકા, ધારાસભ્યશ્રી હસ્તક ફંડ, પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા યોજના, ડીએમએફ અંતર્ગતના કામોને ૧૦૦ દિવસના એક્શન પ્લાનમાં સમાવેશ કરવામાં આવેલ છે.
૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other