વ્યારા ખાતે ABVP નું 1000 થી વધુ સંખ્યામાં છાત્ર હુંકાર સંમેલન સંપન્ન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા ના વ્યારા ખાતે ABVP નું 1000 થી વધુ સંખ્યામાં છાત્ર હુંકાર સંમેલન સંપન્ન થયું.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 75 વર્ષ નિમિત્તે તાપી જીલ્લા છાત્ર હુંકાર વિદ્યાર્થી સંમેલન ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન હૉલ ખાતે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ પ્રો.વસંતભાઈ ગામીત ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થી સંમેલનમાં શિક્ષણ જગતના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓના સમાધાન હેતુ વિવિધ મુદ્દાઓ પર પ્રસ્તાવ પ્રારિત કરવામાં આવ્યા.
જેમાં ABVP રાષ્ટ્રીય કારોબારી સભ્ય હિમાલયસિંહ ઝાલા, વિર્તીબેન શાહ, સ્વાગત સમિતી ના અધ્યક્ષ રીતેશભાઈ ઉપાધ્યાય, સ્વાગત સમિતિ મંત્રી જીગ્નેશભાઈ પાટીલ, તાપી જિલ્લા કાર્યક્રમ સંયોજક હિરેનભાઈ ચૌધરી, ABVP નગર મંત્રી આશિષ ગામીત અને વિવિધ સંગઠનો ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.