કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇના માર્ગદર્શન થી ડાંગની સખી મંડળીની બહેનોએ કરી ભરપુર કમાણી
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ઉનાઈ ખાતે મકરસંક્રાંતિના તહેવાર નિમિતે તા.૧૪/૦૧/૨૦૨૩ થી ૧૮/૦૧/૨૦૨૩ સુધી આદિવાસી લોક મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ક્રીમીશા સખી મંડળ અને શિવ-પાર્વતી મિશન મંગલમના વઘઇના બહેનોએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, (ન.કૃ.યુ.) વઘઇમાંથી વિવિધ તાલીમ લઇ ડાંગની નાગલીની વિવિધ બનાવટો, વાંસની બનાવટો, ડાંગની દેશી ઉત્પાદનો, ડાંગી હેર ઓઈલ તેમજ તૈયાર ડ્રેસ મટીરીયલ્સના વેચાણ માટે સ્ટોલ કરવામાં આવેલ હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, (ન.કૃ.યુ.) વઘઇ ના સંયુક્ત ઉપક્રમે માર્કેટિંગ વિશેની સમજણ મેળવીને સ્ટોલ લગાવવામા આવેલ હતો. જેમાં બહેનો દ્વારા પાંચ દિવસનું કુલ ૧,૧૨,૦૦૦/-નું વેચાણ કરવામાં આવેલ હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્રની વિવિધ તાલીમો લઇ બહેનો આજે બહાર મેળાઓમાં જઈ રોજગારી મેળવતા થઇ રહ્યા છે હાલ ક્રીમીશા સખી મંડળ વઘઈ ડાંગની વિવિધ બનાવટો લઇ શ્રુષ્ટિ સંસ્થા દ્વારા ચાલતા ખેડૂત હાટમાં (ગુજરાત વિદ્યાપીઠ) ખાતે દર રવિવારે જઈને રોજગારી મેળવી રહ્યા છે. જેથી સખી મડળની બધી બહેનોએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ (ન.કૃ.યુ.)નો ખુબ ખુબ આભાર માનીયો હતો
ડાંગની કુદરતી વસ્તુઓ વિષે માર્કેટિંગ કરવાના સાહસમાં તેમને જાગૃત કરવા તથા પોષ્ટિક આહારની સમજણ આપવામા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ઘણી બહેનોને આત્મનિર્ભય બવાવવામાં મહત્વોનો ફાળો આપી રહ્યું છે. પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત માર્કેટિંગ માટે ફાળવેલા ટેન્ટથી ડાંગની પરંપરાગત વસ્તુઓનું વેચાણ આજે બહેનો આખા દેશભરમાં કરી રહી છે.