પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી વિલાસ માવચીને પકડી પાડતી એલ.સી.બી. તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને
(૧) શ્રી વાય.એસ. શિરસાઠ, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપીના માર્ગદર્શન હેઠળ અ.હે.કો.બીપીનભાઇ રમેશભાઇ પેરોલ/ફર્લો સ્કોડ તાપી તથા એલ.સી.બી. તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં નિકળેલ હતા. તે દરમ્યાન અ.પો.કો.પ્રકાશભાઇ રામાભાઇ તથા અ.પો.કો.રાહુલભાઇ દિગંબરભાઇને મળેલ સંયુકત બાતમી આધારે મૌજે- સોનગઢ ટાઉનમા એસ.ટી બસ- સ્ટેન્ડ પાસે તા.સોનગઢથી સુરત ગ્રામ્ય બારડોલી પોલીસ સ્ટેશન સી. ગુ.ર.નં. ૧૧૨૧૪૦૦૮૨૧૧૭૧૩/૨૦૨૧ પ્રોહી એક્ટ કલમ ૬૫એ.એ., ૯૮(૨), ૮૧ મુજબના ગુનાનો નાસતા ફરતો વોન્ટેડ આરોપી- વિલાસભાઇ રાયલાભાઇ માવચી રહેવાસી, ખેખડા તા.નવાપુર જી.નંદુરબાર (મહરાષ્ટ્ર)નાને તા.૨૮/૦૧/૨૦૨૩ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ-૪૧(૧)આઇ મુજબની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ
અ.હે.કો.બીપીનભાઇ રમેશભાઇ પેરોલ-ફર્લો સ્કોડ, તાપી તથા અ.પો.કો.રાહુલભાઇ દિગંબરભાઇ, અ.પો.કો.દિપકભાઇ સેવજીભાઇ, અ.પો.કો.બ્રિજરાજસિંહ રસિકસિંહ તથા એલ.સી.બી.સ્ટાફના અ.હે.કો.જગદીશભાઇ જોરારામ, અ.હે.કો.જયેશભાઇ લીલકીયાભાઇ તથા અ.પો.કો.પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો.રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો. અજયભાઇ મનસુખભાઇએ કામગીરી કરેલ છે.