પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત તાપી જિલ્લામાં જાડા ધાન્ય/બાજરાની વાનગીઓની કુકિંગ કોમ્પીટીશન યોજાઇ
પ્રથમ ક્રમે વ્યારા તાલુકાના ગામીત કંકુબેન જેમણે મિશ્ર લોટના મુઠીયા અને ઢોકળાની વાનગી જ્યારે દ્વિતિય ક્રમે પારેખ નિતાબેન મિશ્ર લોટના પુડલા અને તૃતિય ક્રમે ગામિત સુમિત્રાબેન દ્વારા મુઠીયા ચટણીની વાનગી દ્વારા તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
…………
માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા.28: તાપી જિલ્લા તંત્ર દ્વારા પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન યોજના) દ્વારા યોજના હેઠળ ફરજ બજાવતા માનદવેતનધારકોની “Cooking Competition–વર્ષ : ૨૦૨૩” નું આયોજન નાયબ કલક્ટરશ્રી તૃપ્તિ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત Millets એટલે બાજરી, જુવાર, નાગલી(રાગી) જેવા સ્થાનિક જાડા ધાનની વાનગીઓને પ્રાધાન્ય આપતી જિલ્લા કક્ષાની Cooking Competitionનું આયોજન તાલુકા શાળા વ્યારા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકામાંથી વિજેતા થયેલા 14 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે નાયબ કલક્ટરશ્રી તૃપ્તિ પટેલે સૌને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, આપ સૌએ આટલી સરસ વાનગીઓ બનાવી છે એટલુ જ સ્વાદિસ્ટ વાનગી મધ્યાહન ભોજનમાં પણ બનાવી બાળકોને ખવડાવી ખુશ રાખવા જરૂરી છે. 2023નું વર્ષ ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ તરીકે ઉજવીએ છે ત્યારે આપણા સ્થાનિક ધાન્યો જે પોષણથી ભરપુર છે તેને રોજીંદા જીવનમા અપનાવવા જોઇએ. આ ઉપરાંત આ પ્રકારની સ્પર્ધા દ્વારા અનોખી અને સ્વાદિસ્ટ પોષણક્ષમ વાનગીઓની માહિતી સમગ્ર દેશમાં આપવામાં આવશે અને તેને ભવિષ્યમાં મધ્યાહન ભોજન કેન્દ્રો મારફત બાળકોને આપવા આવશે એમ ઉમેર્યું હતું.સ્પર્ધકો દ્વારા વિવિધ સ્વાદિસ્ટ વાનગીઓ બનાવવામાં આવી હતી. જેમાં સ્પર્ધક-1 વાલોડથી હળપતિ ઉર્મિલાબેન રવિન્દ્રભાઇ દ્વારા રાગીના લોટની ગોળ પાપડી, સ્પર્ધક-2 વાલોડ તાલુકાથી પરમાર તોરલબેન કિશોરભાઇ દ્વારા વેજીટેબલ હાંડવો વાનગી તૈયાર કરવામાં આવી હતી. સ્પર્ધક-3 વ્યારાથી પારેખ નીતાબેન કલ્પેશભાઈ દ્વારા મિશ્ર લોટના પુડલા, સ્પર્ધક-4 વ્યારાથી ગામીત કંકુબેન હિતેશભાઇ દ્વારા દ્વારા મિશ્ર લોટના મુઠીયા અને ઢોકળા વાનગી તૈયાર કરવામાં આવી હતી.સ્પર્ધક-5 ડોલવણ તાલુકાથી પટેલ કલાવતીબેન નિતિનભાઇ ગાજર વટાણા અને પાલકના ચોખાના ઢોકળા, સ્પર્ધક-6 ડોલવણ ચૌધરી પીનાબેન રાકેશભાઇ દ્વારા બાજરી, જુવાર,નાગલીના ચમચમ વાનગી તૈયાર કરવામાં આવી હતી. સ્પર્ધક-7 સોનગઢ તાલુકાથી ધનગર પ્રવિણાબેન હેમંતભાઇ બાજરીનો ખીચડો,સ્પર્ધક-8 સોનગઢ તાલુકાથી ગામીત શાંતાબેન છીમાભાઇ દ્વારા હાંડવો, સ્પર્ધક-9 ઉચ્છલ તાલુકાથી ગામીત મનિલાબેન રાઘુભાઇ મુઠીયા અને ચણા, સ્પર્ધક-10 ઉચ્છલથી ગામીત સુમિત્રાબેન એ. દ્વારા મુઠીયા અને ચટણી,સ્પર્ધક -11 નિઝર તાલુકાથી નરભવર રાકેશભાઇ રવિન્દ્રભાઇ દ્વારા વેજીટેબલ જુવારની ખીચડી, સ્પર્ધક-12 નિઝર તાલુકાથી વસાવા નિતિશાબેન દેવેન્દ્રભાઇ દ્વારા નાગલીના થેપલા, દાળ, સ્પર્ધક-13 કુકરમુંડા તાલુકાથી પ્રજાપતિ કૈલાશભાઇ દગાભાઇ દ્વારા રીંગણ ભરતા અને બાજરીની ખીચડી(વેજ પુલાવ), સ્પર્ધક-14 કુકરમુંડા તાલુકાથી પાડવી લક્ષ્મીબેન પુન્યાભાઇ ઘઉંના લોટની સુખડી વાનગી બનાવવામાં આવી હતી.*બોક્ષ-2*
જેમાંથી પ્રથમ ક્રમે વ્યારા તાલુકાના ગામીત કંકુબેન હિતેશભાઇ જેમણે મિશ્ર લોટના મુઠીયા અને ઢોકળાની વાનગી બનાવી હતી. દ્વિતિય ક્રમે પારેખ નિતાબેન કલ્પેશભાઇ જેમણે મિશ્ર લોટના પુડલા બનાવ્યા હતા. અને તૃતિય ક્રમે ગામિત સુમિત્રાબેન એ. દ્વારા મુઠીયા ચટણીની વાનગી દ્વારા તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે તન્વીબેન પી.પટેલ, પોગ્રામ ઓફિસરશ્રી ICDS તાપી, તરૂબેન ટી.ચૌધરી, ICDS સુપરવાઈઝરશ્રી, વ્યારા, કલ્પેશભાઇ એન.ગામીત, બી.આર.સી.શ્રી વ્યારા, પદમાબેન રણછોડભાઇ ચૌધરી, આચાર્યશ્રી તાલુક પ્રાથમિક શાળા વ્યારા, તા.વ્યારા, પલ્લવીકાબેન એન બાજરા વાલીશ્રી, તાલુકા શાળા વ્યારા, તા.વ્યારા કપિલાબેન એન કેડિયા,વાલીશ્રી, તાલુકા શાળા વ્યારા, તા,વ્યારાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી.
કાર્યક્રમમાં મધ્યાહન ભોજન યોજનાના નાયબ મામલતદારશ્રી મનોજભાઇ, દિનેશભાઇ સહિત ઉચ્ચ અધિકારી-કર્મચારીશ્રી, તાલુકા શાળાના આચાર્યશ્રી સહિત મહાનુભાવો અને સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.
0000000000