પી.એમ.પોષણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની Cooking Competition યોજાશે

Contact News Publisher

તાપી જિલ્લામાં પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન યોજના) દ્વારા યોજના હેઠળ ફરજ બજાવતા માનદવેતનધારકોની “Cooking Competition”
…………
તાલુકા કક્ષાના 14 વિજેતાઓ આજે મિશ્રશાળા વ્યારા ખાતે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે
…………
Millets એટલે બાજરી, જુવાર, નાગલી(રાગી) જેવા સ્થાનિક જાડા ધાનની વાનગીઓને પ્રાધાન્ય આપતી Cooking Competitionનું જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન
…………
માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા.૨૭: તાપી જિલ્લા તંત્ર દ્વારા પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન યોજના) દ્વારા યોજના હેઠળ ફરજ બજાવતા માનદવેતનધારકોની “Cooking Competition–વર્ષ : ૨૦૨૩” નું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત Millets એટલે બાજરી, જુવાર, નાગલી(રાગી) જેવા સ્થાનિક જાડા ધાનની વાનગીઓને પ્રાધાન્ય આપતી Cooking Competitionનું આયોજન તાલુકા કક્ષાએ ગત તા.૨૧/૦૧/૨૦૨૩ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં તાપી જિલ્લાના સાત તાલુકામાંથી કુલ 14 વિજેતાઓ આજે તા.૨૮/૦૧/૨૦૨૩ ના રોજ સવારે.11.00 કલાકે મિશ્રશાળા,વ્યારા ખાતે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
અત્રે નોંધનિય છે કે,પી.એમ.પોષણ અંતર્ગત તાલુકા કક્ષાની Cooking Competitionનું આયોજન હેઠળ તાલુકાઓના પ્રથમ અને દ્વિતીય વિજેતાઓ માટે જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ.૧૦૦૦૦/- ઇનામ, દ્વિતીય વિજેતાને રૂ.૫૦૦૦/- અને તૃતીય વિજેતાને રૂ.૩૦૦૦/- ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સાથે જિલ્લાના પ્રથમ ક્રમાંકના વિજેતાને “જિલ્લા શ્રેષ્ઠ પી.એમ.પોષણ Cook” નું પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.
0000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other