તિલકવાડા તાલુકાના વંઢ ગામે દીપડાનો આતંક
એક પાડી સહિત 10 જેટલા કૂતરાને ફાડી ખાતા ગ્રામજનોમાં ફફડાટ
(જ્યોતિ જગતાપ દ્વારા, રાજપીપલા) : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વંઢ ગામે દીપડાએ આતંક મચાવ્યો છે. જેમાં એક પાડી સહિત 10 જેટલા કૂતરાને ફાડી ખાધા છે .અને હજી પણ ગામમાં દીપડો દેખા દેતો હોય લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
હમણાં ગામમાં ખેતરે જતા ખેડૂતો ધરે છે. હમણાં રાત્રિના સમયે દીપડો વંઢગામે ચારેક વાગ્યાના સુમારે ગામમાં પ્રવેશી રમણભાઈ બારીયાની ભેંસ વિયાય હતી તેની પાડીને કોઢમાં બાંધેલી હતી. તે પાડીને ફાડી ખાઇ દીપડો નાસી ગયો હતો. આ બનાવની જાણ વનવિભાગને કરવામાં આવી છે. પણ હજી સુધી દીપડો પકડાયો નથી.
પાડીને ફાડી ખાધા બાદ ૧૦ જેટલા કૂતરાને પણ દીપડાએ શિકાર બનાવ્યો છે. જેને કારણે ગામમાં ભયનો માહોલ રચાયો છે. લોકો ખેતીકામ માટે જતા ગભરાય છે. ગામલોકોના જણાવ્યા અનુસાર ગામમાં અવારનવાર એકથી વધુ દીપડા ફરે છે તેને તત્કાળ પીંજરું મારણ મુકી ને દિપડાને પકડવાની માંગ કરી છે.
ગામ લોકોએ બે વાછરડા અને બે બકરાનું મારણ પણ મૂકયુ હોવાનું જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ દીપડા એ તિલકવાડા તાલુકામાં આતંક મચાવ્યો હતો . ત્યારે વનવિભાગે તેને પાંજરે પૂર્યો હતો. હવે ફરીથી દેખા દેતા લોકોમાં ભયનો માહોલ રચાયો છે. આ અંગે આરએફઓ વિક્રમસિંહ ગભાણિયાના જણાવ્યા અનુસાર ગામમાં.ગામ લોકોના સહકારથીપાંજરુ મૂકી દીપડો પકડિશુ એમ જણાવ્યું હતું.