તાપી માહિતી ખાતાના કર્મયોગીઓનું પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સન્માન
Contact News Publisher
રાજ્ય સરકારની પ્રચાર-પ્રસારની કામગીરીમાં યોગદાન આપનાર માહિતી અને પ્રસારણ વિભાગના અધિકારી/કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરાયું.
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૨૬- તાપી જિલ્લા માહિતી કચેરીના વડા સહાયક માહિતી નિયામક શ્રી નિનેશકુમાર ભાભોર અને ટેકનીકલ કામગીરી સંભાળતા સુપરવાઈઝર અલ્કેશકુમાર ટી.ચૌધરીને ૭૪માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તાપી કલેકટર સુશ્રી ભાર્ગવી દવેના વરદ્ હસ્તે પ્રશસ્તિ પત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારની વિવિધ વિભાગોની યોજનાઓ અને સાફલ્યગાથાઓની પ્રસિધ્ધિ બદલ આ ક્ષેત્રમાં કરેલ નોંધપાત્ર કામગીરીને બિરદાવવામાં આવી હતી. માહિતી વિભાગ અને તાપી માહિતી પરિવારના તમામ અધિકારી અને કર્મચારીઓએ આ યશસ્વી કામગીરીને નવાજવા બદલ ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો.
૦૦૦૦૦૦૦
