સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચના પ્રમુખ તરીકે સંગિતાબેન ઉપેન્દ્રભાઈ ધોરાવાલાની સર્વાનુમતે વરણી

Contact News Publisher

(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) : સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ (ગુજરાત)ના પ્રમુખ તરીકે સંગિતાબેન ઉપેન્દ્રભાઈ ધોરાવાલાની સર્વાનુમતે વરણી કરવામાં આવી અને તેઓને પ્રમુખપદ ના શપથ સંસ્કૃતિ ના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા ગ્રહણ કરાવામાં આવ્યા હતાં, તેમણી સાથે સંસ્કૃતિ ના બોર્ડ મેમ્બર અને નવા સભ્યો એ પણ શપથ ગ્રહણ કર્યા હતા. સંસ્થાના પાસ્ટ પ્રેસિડેન્ટ બીનાબેન શાહ ની બે વર્ષ દરમ્યાન સંસ્થામાં ઉત્કૃષ્ટ કામગીરી ને સંસ્થાના સ્થાપક હેમાબેન પટેલે બિરદાવી હતી અને તેઓનું સંસ્કૃતિ માં પવિત્ર એવો તુલસીનો રોપ સ્મૃતિરૂપે આપી સન્માન કર્યુ હતું.
સંગીતાબેન ધોરાવાલા એ શપથવિધિ બાદ વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે આ વર્ષ દરમિયાન તેઓ મહિલાઓ ના વિકાસ માટે વધુ મા વધુ મહિલાઓ પગભર થાય તથા મહિલાઓનો દરેક ક્ષેત્રમાં વિકાસ સાથે પ્રગતિ થાય તેવા કાર્યક્રમો હાથ ધરીને સૌની સાથે આગળ વધશે.બાળકો ના ભણતર ની સાથે તેઓના સર્વાંગી વિકાસ માટે ના પણ કાર્યક્રમ હાથ ધરશે. પર્યાવરણ ને બચાવવા તેના સંરક્ષણ અને સંવર્ધન માટે વધુ વૃક્ષારોપણ કરશે તથા વિજળી, પાણી અને ઈંધણ બચાવવા માટે ના જનજાગૃતિ ના સેમીનાર નું આયોજન કરશે.ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોને સહાય કરશે.
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ દ્વારા બધાજ સભ્યો એક કુટુંબની જેમ એકજુથ થઈ નવા વર્ષના સમાજ સેવા માટેના નવા લક્ષ્યાંકો હાંસલ કરવા માટે કટીબદ્ધ થઇને કામ કરશે.આ પ્રસંગે સંસ્કૃતિ ના દરેક સભ્યો એ તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other