સુરતી નવયુવાનોએ ઉત્તરાખંડનાં કેદારકંથા શિખર ઉપર તિરંગો લહેરાવ્યો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ‘ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ’ એ ઉક્તિને સાર્થક કરતાં હોય એમ સુરતી નવયુવાનોએ ઉત્તરાખંડનાં કેદારકંથા શિખર ઉપર તિરંગો લહેરાવ્યો હતો.
બર્ફીલા પવનો, પાતળી હવા, સતત નીચું તાપમાન, કપરું ચઢાણ જેવી વિષમ પરિસ્થિતિઓ વચ્ચે વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા સુરતનાં સંભારણા ગૃપનાં નવયુવાનો એવાં ચેતન, રાકેશ, તુષાર, ધ્વનિલ, મનીષ, યોગેશ, પ્રજ્ઞેશ, સિદ્ધાર્થ, નિમેષ, કેતન, પ્રકાશ, પ્રિન્તેશ, ધર્મેશ તથા કુલીને ઉત્તરાખંડનાં સાંકરી પાસે આવેલ શિખર કેદારકંથાની 12,500 ફૂટ જેટલી ઊંચાઈ સફળતાપૂર્વક સર કરી હતી.
અડગ મનનાં માનવીને હિમાલય પર નડતો નથી. આ વિધાનને ખરા અર્થમાં આ નવયુવાનોએ પોતાનાં અપાર આત્મવિશ્વાસ અને સાહસથી ઉત્તરાખંડનાં ડીસ્કવરી હાઇક કંપનીનાં સહયોગથી નિયત ટ્રેકિંગ રૂટ પર ખૂબજ મુશ્કેલ ચઢાણ કરી ઉત્સાહભેર સાર્થક કરી બતાવ્યું હતું જે આનંદ સાથે ગૌરવની વાત છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *