કાળીદાસ હોસ્પિટલમાં વિનામૂલ્યે ૧૬ મો સર્જીકલ કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત કાળીદાસ હોસ્પિટલ માં ૧૬મો ત્રણ દિવસનો જનરલ સર્જીકલ કેમ્પ તા.૦૬-૦૭-૦૮ ૦૧ ૨૦૨૩ ના રોજ સમ્પન થયો હતો આ કેમ્પમાં ગરીબ તેમજ વંચીત લોકોની સારવાર થઈ, સામાન્ય રીતે આરોગ્ય સેવા શિબીરોમાં થયેલ પ્રવૃત્તિ કરતા જુદા પ્રકારની પ્રવૃત્તિ થાય છે. આ કેમ્પોમાં દર વર્ષે હાઈડ્રોસીલ, હર્નીયા, એપેન્ડીકસ અને લેપ્રોસ્કોપી જેવા મોટા ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા. તેમજ દર્દીઓને અને બરદાસીઓને રહેવા તથા જમવાની સગવડ અને દર્દીઓનો દવા અને ઓપરેશનનો વિનામૂલ્યે કરવામા આવ્યા હતા, છેલ્લા ૧૬ વર્ષમાં આ પ્રકારના ૨૩૦૩ દર્દીઓના ૨૦૨૦ જેટલા ઓપરેશન સફળતાપૂર્વક થયા હતા. તેમજ આ વર્ષના ૧૬મા સર્જીકલ કેમ્પમાં ૧૪૧ દર્દીઓના ૧૦૩ ઓપરેશનો કરવામાં આવ્યા હતા.
અમેરીકા સ્થીત ડૉ.નીતીનભાઈ શાહ અને ડૉ. સુવાસભાઈ દેસાઈ સાથે રાજકોટ, ભાવનગર સુરતના પણ સર્જન ઉત્સાહથી દર વર્ષે સેવા આપતા રહયા છે.
આ ઉપરાંત તા. ૦૬-૦૭-૦૮ ૧ ૨૦૨૩ દરમ્યાન મેડીકલ કેમ્પ (ડાયાબીટીસ, હાઈપર ટેન્શન, બ્લડ પ્રેશર ના ચેકઅપ અને આહાર માર્ગદર્શિકા આપવામાં આવી ) અને નેત્રયજ્ઞ નો કેમ્પ કર્યો આમ કુલ ૪૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો આ દર્દીઓને દવા અને ચશ્માઓ વિનામૂલ્યે આપવામાં આવ્યા તદઉપરાંત દર્દીઓના વિનામૂલ્યે લેબોરેટરી તપાસ પણ કરવામાં આવેલ હતી.
આ વિનામૂલ્યે સર્જીકલ કેમ્પમાં સંસ્થાના ટ્રસ્ટીઓએ જેહમત ઉઠાવી હતી તેમજ આ સમગ્ર કેમ્પમાં સંસ્થા ના ડાયેરેકટર શ્રી ડો. અજયભાઈ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ સંસ્થાના તમામ કર્મચારી ગણો ખુબજ મહેનત કરી સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો.