આવતીકાલે વ્યારા સ્થિત ટાઉન હોલ ખાતે માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ” યોજાશે
ખેતીવાડી, પશુપાલન, બાગાયત અને આત્માના 1000થી વધુ ખેડૂત ભાઇ-બહેનો કાર્યક્રમમાં ભાગ લેશે
……………..
માહિતી બ્યુરો, વ્યારા તાપી તા. 10: ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સિદ્ધ કરવા અને તાપી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં આજે તારીખ: 11-01-2023ને બુધવારના રોજ સવારે 10.30 કલાકે ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ, વ્યારા, ખાતે “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ” યોજાશે. આ કાર્યક્રમમાં જિલ્લાના ખેતીવાડી, પશુપાલન, બાગાયત અને આત્માના 1000 થી વધુ પ્રગતિશીલ ખેડૂતો અને પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ” માં ભાગ લેશે.
કાર્યક્રમમાં 23-બારડોલી મતવિસ્તારના સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઇ વસાવા, વ્યારા-ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, નિઝર-ધારાસભ્યશ્રી ડૉ. જયરામભાઈ ગામીત, મહુવા-ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આ સાથે જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ-વિવિધ પદાધિકારીઓ કાર્યક્રમમાં સહભાગી થશે.
આ પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતોનો તથા ખેડૂતોએ વધારાના કોઈપણ પ્રકારના ઈનપુટ બજારમાંથી ખરીદ કર્યા વગર માત્ર એક જ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી 30 એકર સુધીની જમીનમાં પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી શકે અને તેનાથી થતા લાભો બાબતે માનનીય રાજ્યપાલશ્રી દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે અને ખેતી ખર્ચમાં ઘટાડો કરી વધુ નફો મેળવે તે હેતુસર કાર્યક્રમમાં ખેડૂતો ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવશે.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે, અન્ય ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાવા તરફ આકર્શિત થાય, લોકોના આરોગ્યની સુખાકારી અંગે જાગૃતતા આવે તેમજ ખેડૂતોની આત્મનિર્ભરતામાં સહયોગી બની શકીએ એ માટે તાપી જિલ્લાના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી ઉત્પાદિત ખેત-પેદાશોનું પ્રદર્શન-વ-વેચાણ અંગેના સ્ટોલ ડૉ.શ્યામાપ્રસાદ ટાઉન હોલના પ્રાંગણમાં રાખવામાં આવશે. જેની મુલાકત લેવા તાપી જિલ્લા તંત્ર અને આત્મા પોજેક્ટ તાપી દ્વારા જાહેરજનતાને ખાસ અનુરોધ કરાયો છે.
૦૦૦૦૦૦૦૦