શિશુ ગુર્જરી-વિદ્યા ગુર્જરી શાળામાં વાર્ષિક રમતોત્સવ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત શિશુ ગુર્જરી પૂર્વ પ્રાથમિક શાળા તથા વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં તા.09/01/2023 ને સોમવારના રોજ વાર્ષિક શાળાકીય રમતોત્સવસપ યોજવામાં આવ્યો. આ પ્રસંગે સંસ્થાના ટ્રષ્ટી અને વ્યારા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માન.શ્રી કેયુરભાઈ જે શાહ મુખ્ય મેહમાન તરીકે ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી માતા ની આરાધના દ્રારા કરવામાં આવી. શાળાના આચાર્યશ્રી જય વ્યાસે ઉપસ્થિત મહેમાનનું પુષ્પગુચ્છથી સન્માન કર્યુ તથા શાબ્દિક રીતે પણ ઉષ્માભર્યો આવકાર આપી તેમનો આભાર વ્યક્ત કરેલ. તેમણે પોતાના વક્તવ્યમાં રમતગમત માટે બાળકોને પ્રોત્સાહિત કરી ઉમેર્યુ હતુ કે “winning is not everything but making the effort to win is.” ‘જીતવું જ બધુ નથી હોતું પરતું જીતવા માટે પ્રયત્ન કરવો એ પણ જીત સમાન જ છે.’ એ વાક્ય દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરી વક્તવ્યને વિરામ આપેલ.
કાર્યક્ર્મના મુખ્ય મહેમાન માન.શ્રી કેયુરભાઈ જે શાહે પોતાના વક્તવ્યમાં બાળકોને જીવનમાં રમતગમતના મહત્વ વિષયે વિશેષ સમજ આપી. આપણી દેશી રમતો જેવી કે કબડ્ડી,ખોખો,વોલીબોલ,રાષ્ટ્રીય રમત હોકી વિષયે પણ બાળકોને માહિતગાર કર્યા. રમત ગમત દ્વારા શારીરિક સ્વસ્થતા પણ કેળવી શકાય છે. તે વિષયે પણ સમજ આપી.સૌને વાર્ષિક શાળાકીય રમત દિવસની શુભેચ્છા વ્યક્ત કરી. તેમજ કાર્યક્રમના સફળ આયોજન માટે શાળાના શિક્ષકગણને અભિનંદન, આપી વક્તવ્યને વિરામ આપેલ.
ત્યારબાદ તેમણે રમતગમતના મેદાન પર ઉપસ્થિત રહી બાળકોને રમતગમત માટે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી શાળામાં એક હકારાત્મક વાતાવરણનું નિર્માણ કરેલ. ઑશાળાનું સમગ્ર વાતાવરણ રમતગમતમય બની ગયું હતું.