સોનગઢ ખાતે ગ્રાહક સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ તારીખ 06/01/23 ના રોજ દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર સુરત તાપી જિલ્લા આયોજિત “ગ્રાહક સુરક્ષા જાગૃતિ દિવસ”
માનનીય શ્રી કલેકટર સુશ્રી ભાર્ગવી દવેના અધયક્ષ સ્થાનેથી સોનગઢ સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ ખાતે મનાવવામાં આવ્યો ઉપાધયક્ષ સ્થાને પુર્વ કલેકટર શ્રી આર જે પટેલ સાહેબ તથા મુખ્ય મહેમાનો શ્રી ડો રાજેશભાઈ એમ પટેલ, શ્રી દિનેશભાઇ ઢીમંર (મામલતદાર શ્રી સોનગઢ), શ્રી શૈશવભાઇ કે ગામીત (એ આર ટી ઓ ઓફિસ વ્યારા)
શ્રી ટપુભાઇ ભરવાડ (પ્રમુખ શ્રી નગરપાલિકા સોનગઢ), હિમાંશુ ભાઇ સોલંકી (I/C પ્રાતં અધિકારી શ્રી વ્યારા)
, ચૂટણી અધિકારી શ્રી ગોહિલ સાહેબ દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર સુરત તાપી જિલ્લાના પ્રમુખ શ્રી પ્રતાપભાઇ છાપીયા, શ્રીમતી શોભનાબેન છાપીયા શ્રી વિરાજભાઇ પી છાપીયા તથા ઉપ પ્રમુખ સંજયભાઈ વી શાહ પ્રોગામ ઓફિસર શ્રી કિશોરભાઈ ચૌધરી તથા દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર સુરત તાપી જિલ્લાના તમામ સભ્યોની ઉપસ્થિતમા સંપન્ન થયો મંચ પર બિરાજમાન તમામ વકતાઓએ ઉપસ્થિત શ્રોતાગણને ગ્રાહક સુરક્ષા લક્ષી વાતોની સાથે સાથે જીવનલક્ષી વાતો સમજાવી ને અભિપ્રેત
કરી ને શ્રોતા ના દિલ જીતી લીધાં. આ કાર્યક્રમ ની સફળતા માટે તમામ ટીમ સભ્યોની અથાગ મહેનત અને કુશળતા પુર્વકની કામગીરી રંગ લાવી હતી. કાર્યક્રમ મા સ્વાગત ગીત અને પ્રાથૅના સોનગઢ કોલેજની યુવતીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી.