જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી ધો. ૬ માં પ્રવેશ મેળવવા ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી -૨૦૨૩
વધુમાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લઇ ઉત્તીર્ણ થાય તે માટે વિદ્યાર્થીઓને જરૂરી સાહિત્ય, માર્ગદર્શન અને એક્સટ્રા કોચીંગ આપવા તમામ આચાર્યશ્રીઓને અનુરોધ કરતા જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે
………………………………
માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા.૦૭ ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત, જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી, જી. તાપી માં ધોરણ-6 (છ) શૈક્ષણિક વર્ષ 2023-24 માં પ્રવેશ પરીક્ષા માટે www.navodaya.gov.in અને https://cbseitms.rcil.gov.in/nvs વેબસાઈટ પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રેહશે.
ઓનલાઈન અરજીપત્ર ભરવાની છેલ્લી તારીખ 31.01.2023 છે. ચાલુ શૈક્ષણિક વર્ષ દરમ્યાન ધોરણ-5 (પાંચ) માં અભ્યાસ કરતા વિધાર્થીઓ અરજી કરી શકશે વિધાર્થી તાપી જીલ્લાની કોઈપણ સરકારી અથવા સરકાર દ્વારા માન્ય શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ તથા વિદ્યાર્થીના વાલીનું રહેઠાણ પણ તાપી જીલ્લાનું જ હોવું જોઈએ. ઓનલાઈન અરજીપત્ર કરવા માટે કોઈ પણ પ્રકાર ની ફી નથી. જવાહર નવોદય વિદ્યાલય બોરખડી જિ. તાપી માં અરજીપત્ર ની હાર્ડ કોપી જમા કરવાની જરૂર નથી. વધુમાં www.navodaya.gov.in અને www.navodaya.gov.in/nvs/nvs-school/Tapi/en/home વેબસાઈટ પર અન્ય માહિતી પણ મળશે. આ પરીક્ષા માટે નિ:શુલ્ક અરજી ફોર્મ ભરી દરેક શાળામાં
ધોરણ-૫ ના વિદ્યાર્થીઓ માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે સંદર્ભ સાહિત્ય, માર્ગદર્શન અને એક્સટ્રા કોચીંગ આપી બાળકોના ઉજ્જવળ ભવિષ્યમાં સહભાગી બનવા તેમજ વધુમાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લઇ ઉત્તીર્ણ થાય તે માટે શાળા કક્ષાએથી જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે દ્વારા તમામ આચાર્યશ્રીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
00000000000
તારીખ: ૦૭-૦૧-૨૦૨૩
તાપી જિલ્લા જાહેર જનતા જોગ: