નિઝર તાલુકાના વેલ્દા ગામેથી કાળી માટી ચોરી જતાં બે ટ્રેકટર ઝડપાયા

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા) :  નિઝર તાલુકાના વેલ્દા ગામથી નિઝર રોડ તરફ બે ટ્રેકટર કાળી માટી ભરીને જતા હતા.તે દરમિયાન નિઝરમાં સેવા સદનમાંથી તાપી ભૂસ્તરની ટીમ ચેકિંગ માટે વેલ્દા તરફ જઇ રહયા હતા.મળતી માહિતી મુજબ તારીખ:3/1/2020ની રોજ સમય બપોરના 12:50ના સમયે ચેકિંગ દરમિયાન કાળી માટી ભરેલો બે ટ્રેકટર પકડી પાડવામાં આવ્યા હતા.એક ટ્રેકટર ડ્રાઇવરનું નામ હતુ. સતોષભાઈ,બીજા ટ્રેકટર ડ્રાઇવરનું નામ, સુનિલભાઇ રહેવાસી વેલ્દાના હતા. આ બંને ટ્રેકટરો વેલ્દા ગામના રાજુભાઇ બનીયાભાઇ પાડવીના હોવાની વિગતો બહાર આવી રહી છે. નિઝર વેલ્દા રોડ પર ગેરકાયદે રીતે માટી ભરીને બંને ટ્રેકટર લઇ જઇ રહેલા બંને ટ્રેકટરોને તાપી ભૂસ્તરની ટીમે પકડીને નિઝર (સેવા સદન) મામલતદાર કચેરી ખાતે જમા કરવામાં આવેલ છે. આ લખાય છે ત્યાં સુધી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *