સોનગઢ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા આશાસ્પદ યુવાને જીવન ટૂંકાવ્યું
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, સોનગઢ) : તાપી પંચાયત વિભાગમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોનગઢ તાલુકા પંચાયતમાં ગ્રામસેવક તરીકે આઈ.આર.ડી ખાતામાં ફરજ બજાવતા કર્મચારી એ પોતાનું જીવન ટુંકાવ્યું છે. જનક સિંહ જેઠવા ઉંમર ૨૧ વર્ષ કોઈ અગમ્ય કારણોસર સરકારી ક્વાર્ટરમાં ફાંસો ખાઈ પોતાનુ જીવન ટુંકાવ્યું છે. જે જૂનાગઢના રહેવાસી હોવાનુ જાણવા મળી રહ્યુ છે. તાલુકા પંચાયતના કામનું વધુ ભારણ હોય જે અંગે પણ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. સોનગઢ પોલીસે ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.