કુકરમુંડા તાલુકામાં દિપડાનો આંતક
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા) : કુકરમુંડા તાલુકાના જુના કુકરમુંડા ગામની ખેતરની સિમામાં દિપડાએ શેરડી કાપનાર મજુર પર હુમલો કયૉ હતો.મજુરની ઝુપડીમાં દિપડો ગુસી આવતા મજુરોમાં ખોફનો માહોલ સરજાયો હતો.મળતી માહિતી મુજબ જુના કુકરમુંડા ગામની સિમામાં ઉકાઇ જળાશયમાં સંતાદિન ન થયેલી ખેતીલાયક જમીનમાં કુકરમુંડાના ખેડુતો ખેતીથી જીવન નિવૉહ કરતા આવ્યા છે.કારણ કે અહીં તાપી નદીના કિનારો હોવાથી ખેડુતો અહીં કિનારા પર પોતાની મોટર કે મશિન દારા પોતાના ખેતરોમાં સારી એવી સિચાઇ કરે છે.જેમાં શેરડી,પપૈયા કે અન્ય બાગયતી ખેતી કરે છે.આથી આ વિસ્તારમાં બારેમાસ લીંલાછમ રહે છે.જેથી આ વિસ્તારોમાં બે થી ત્રણ વષૅ થવા આવેલ છે.અહિં દિપડાનો આંતક ખુબજ વધી ગયો છે.જેથી અહિંયા ના ખેડુતો તથા ખેત મજુરો એમના આંતકથી ફફડતા રહયા છે.આ વષૅ પણ આવોજ બનાવ બનવા પામ્યો છે.કુકરમુંડા ગામના રહેવાસી એવા બબનભાઇ કેશવભાઇ સોનારના ખેતરમાં તારીખ:2/1/2020ની રોજ શેરડીનું કટિંગ થયું હતું.અને શેરડી કટિંગ કરનાર મજુરો ખેતરોમાંજ ઝુંપડી બનાવીને રહે છે.જેથી તારીખ:2/1/2020ની રોજ રાત્રે સમાય:11 વાગે એક ખુંખાર દિપડાએ પ્રતાપભાઇ પાવરા નામના શેરડી કટિંગ કરતા મજુર પર પ્રતાપભાઇની ઝુપડીમાં ઘૂસી આવી હુમલો કયૉ હતો.જેમણે બુમાંબુમ કરતા આજુબાજુના સાથી મજુરો જાગી જતાં દિપડાએ આ મજુરની ઝુપડીનો આડિયો મોઢામાં લઇ ભાગી છુટ્યો હતો.જેથી ઉપરોકત મજુરના બંને છોકરા તેમજ પતની હેમખેમ બચ્ચા હતા.આ મજુરો ખાંડશેરીના કોન્ટ્રાકટર બેચથી મહારાષ્ટ્રમાંથી આવતા હોય છે. જેમની રક્ષણ માટેની કોઇજ જવાબ દારી હોતી નથી.જેથી આવા અકસ્માતો થાય ત્યોર આવી ખાંડશેરી કે કોન્ટ્રાકટરો,મુકારદમ પાંચ દશ હજાર રુપિયા ઘરના સભ્યને પકડાવી દઇ હાથ ઉંચા કરી દેતા હોય છે.તેથી આ શેરડી કટિંગ ના મજુરો તથા ખેડુતો જણાવી રહયા છે.કે આવા ખુંખાર જંગલી જાનવરો સામે અમને રક્ષણ આપે તથા અહીં વન ખાતર દારા પાંજરા મુકવામાં આવે એવી જવાબદાર તંત્ર પાસે જવાબ માંગણી કરી રહયા છે.