તાપી જિલ્લામાં આગામી ૨૫મી જાન્યુઆરીએ તાલુકા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

Contact News Publisher

ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૫મી જાન્યુઆરી સુધીમાં અરજીઓ મોકલી આપવી
………….

માહિતી બ્યુરો, વ્યારા-તાપી ૩૦: સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેનો તાલુકા કક્ષાના “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામા જાન્યુઆરી ૨૦૨૩નો “તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૫, બુધવારના રોજ સવારે ૧૧ કલાકે યોજાશે.

જેમાં સોનગઢ તાલુકામાં કલેક્ટરશ્રી, ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી સોનગઢ ખાતે સવારે-૧૧ કલાકે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે, વાલોડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વાલોડ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે. ડોલવણ તાલુકામાં પોલીસ અધિક્ષક્શ્રી,તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી,ડોલવણ, નિઝર તાલુકામાં ડાયરેકટરશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી નિઝર ખાતે, ઉચ્છલ તાલુકામાં જિલ્લા પ્રાયોજન વહિવટદારશ્રીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ઉચ્છલ ખાતે, વ્યારા તાલુકામાં પ્રાંત અધિકારીશ્રી,વ્યારાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વ્યારા ખાતે તથા કુકરમુંડા તાલુકામાં પ્રાંત અધિકારીશ્રી,નિઝરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી કુકરમુંડા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે.

આ કાર્યક્રમમાં અરજદારો પ્રશ્નો અંગે સંબંધિત કચેરી અને અધિકારીનો સંપર્ક કરવા છતાં અને નિયમિનુસાર તમામ કાર્યવાહી અનુસરવા છતા નિવેડો ન આવેલ હોય તેવી સમસ્યાઓ/પ્રશ્નોની અરજીઓ આગામી તા. ૧૫/૦૧/૨૦૨૩ સુધીમાં સંબધિત તાલુકાના મામલતદારશ્રીને સમય મર્યાદામાં સંબંધિત કચેરીમાં મોકલી આપવાની રહેશે, એમ જિલ્લા કલેકટરશ્રી, તાપીની અખબારી યાદી દ્વારા જણાવાયું છે.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other