ઇકો કારમાં હેરાફેરી કરતા દેશી-વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડતી એલ.સી.બી. તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી નાઓ દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના ના આધારે આજરોજ શ્રી,આર.અમે. વસૈયા, પોલીસ ઇન્સ્પેકટર, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી-વ્યારાની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી. પી.એમ. હડીલા એલ.સી.બી. તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ સ્ટાફના પોલીસ માણસો સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલા તે દરમ્યાન એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહને મળેલ ખાનગી બાતમી આધારે મોજે ઉચ્છલ તાલુકાના ર્ચચરબુન્દા ગામના ટેકરા ઉપર રોડ ઉપર તા.ઉચ્છલ, જી.તાપીથી આરોપીઓ કેયુર કાંતીભાઇ પટેલ ઉ.વ.૩૫ ધંધો ડ્રાઇવીંગ રહે.ગવીયર ગામ, નાતાલી સ્ટ્રીટ,તા જી સુરત એ પોતાના કબ્જાની સિલ્વર કલરની ઇકો કાર નં.GJ-05-JP-8003, આશરે કિં. રૂ! ૩,૦૦,૦૦૦/- નીમાં ભારતીય બનાવટનો દેશી દારૂ સુંગધી સંત્રા દારૂની, તથા ભારતીય બનાવટની વિદેશીદારૂ ઓલ્ડ મંક રમ કંપની સીલબંધ નાની કુલ બોટલો નંગ-૪૫૬ જેની કુલ કિં. રૂ! ૨૭,૬૦૦/- ના પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરતા મોબાઇલ નંગ-૧, આશરે કિં. રૂ! ૫૦૦૦/- મળી કુલ્લે રૂ! ૩,૩૨,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં પ્રોહી એકટ કલમ- ૬૫એઇ, ૮૧, ૯૮(૨) મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ –
પો.સ.ઇ.શ્રી, પી.એમ.હઠીલા, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ.ગણપતસિંહ રૂપસિંહ, અ.હે.કો.જગદીશભાઇ જોરારામ, અ.હે.કો.અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.હે.કો.ધર્મેશભાઇ મગનભાઇ, અ.પો.કો.રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો.રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ અ.પો.કો.પ્રકાશભાઇ રામાભાઇ તેમજ પેરોલ ફર્લો સ્કોડ, જી.તાપી સ્ટાફના અ.પો.કો.દિપકભાઇ સેવજીભાઇએ કામગીરી કરેલ છે.