જનક સ્મારક હોસ્પિટલ ખાતે બિન અધિક્રૃત રીતે પૈસાની માંગણી કરાતા લેખિત ફરીયાદ કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તારીખ:- ૨૩/૧૨/૨૦૨૨ શુક્રવારના સાંજના સુમારે ૦૫:૦૦ કલાકે એક છોકરાઓને રમતાં રમતાં કાનના ભાગે પેપરના નાનો ટુકડો (ભાગ) રહી ગયો હોય જેની તપાસ અર્થે જનક સ્મારક હોસ્પિટલ ખાતે આવીને પ્રથમ કેસ બારી પર કેસ રજીસ્ટર કરાવ્યો હતો જેમાં ૧. તરૂણ ડી. રાજપુરોહિત ઉંમર વર્ષ:- ૦૯ કેસ નંબર:- ૬૩૩૦ જેની કેસ ફી ૩૦૦/- રૂ. નિયત ચાર્જ ચૂકવવામાં આવ્યા હતા, અને દ્વિતીય ૨. જાગૃત ડી. રાજપુરોહિત ઉંમર વર્ષ:- ૧૦ કેસ નંબર:- ૬૩૩૧ જેની પણ કેસ ફી ૩૦૦/- રૂ. નિયત ચાર્જ એમ કુલ ૬૦૦/- રૂ. ચુકવવામાં આવ્યા હતા.
ત્યારબાદ કેસ બારી પરના કર્મચારી દ્વારા હોસ્પિટલના પ્રથમ મજલો રૂમ નંબર. ૧૦૭ માં બતાવવા માટે જણાવેલ ત્યાં ફરજ પરના હાજર ડો. સંજય ધાર દ્વારા તરૂણ ના કાનની તપાસ કરતાં કાગળના ટુકડાનો ભાગ કાનના ઉપરની અંદર જણાય આવેલ જે નાની કાતરની મદદથી બે કાગળના ભાગ કાઢવામાં આવ્યાં હતા, ત્યારબાદ જાગૃતના કાનની તપાસ કરતાં તે સામાન્ય જણાય આવેલ ત્યારબાદ ફરજ પરના હાજર ડો. દ્વારા ૩૦૦/- રૂ ની માંગણી કરવામાં આવેલ જે બાબતે ડો. ને જણાવેલ કે કેસ બારી પર જરૂરી તપાસ ફી ભરેલ છે, ત્યારબાદ ડો. દ્વારા જણાવેલ કે મારી તપાસ ફી ૬૦૦/- રૂ. કેસ પેપર પર લખી આપું તે કેસ બારી પર ભરશો તેવું જણાવતા અમો દ્વારા ૩૦૦/- રૂ. ડો. ને ચૂકવવામાં આવ્યા હતા. તાપી જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો હોય સરકાર પાસે આદિવાસીઓના નામ પર ભંડોળ/ ગ્રાન્ટ મેળવીને પણ આદિવાસી સમાજની પ્રજાને આ રીતે છેતરવામાં આવી રહી છે અને તેઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે નિતુલ અજીતભાઈ ગામીત દ્વારા ન્યાય મેળવવા માટે ફરિયાદ કરવામા આવી છે, જેના ઉપર શું કાર્યવાહી થાય છે તે સમય બતાવશે.