માંડવી-શેરૂલ્લા રસ્તા પર ખેરવાડા ગામ પાસે અંજના નદી તથા લીંબી ગામ પાસે ધામણી નદી પર પુલો પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ
સોનગઢથી માંડવી જવા માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે
માહિતી બ્યુરો, તાપી.તા.26: માંડવી-શેરૂલ્લા રસ્તા પર ખેરવાડા ગામ પાસે અંજના નદી તથા લીંબી ગામ પાસે ધામણી નદી પર આવેલા પુલો ઘણા જુના અને નબળા હોઈ, આ પુલો પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવો ટ્રાફિક સલામતીની દ્રષ્ટિએ આવશ્યક હોવાથી આ પુલો પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવા તથા આ રસ્તા પરથી પસાર થતા વાહનોને અન્ય વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવા માટેનું જાહેરનામુ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.જે.વલવી દ્વારા બહાર પાડવામાં આવેલ છે.
આ જાહેરનામા અનુસાર તાપી જિલ્લા કાર્યપાલક ઈજનેરશ્રી, (મા.મ.) સ્ટેટ વિભાગ દ્વારા જણાવ્યાનુસાર ઉકત પુલો નબળાં હોવાથી તેના પર ભારેથી અતિભારે વાહનોના અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવાનું જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાય છે. જેથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ (૧) (બી) અન્વયે સત્તાની રૂએ શ્રીઆર.જે વલવી, અધિક જિલ્લા માંડવી-શેરૂલ્લા રસ્તા પર ખેરવાડા ગામ પાસે અંજના નદી તથા લીંબી ગામ પાસે ધામણી નદી પર પુલો પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવા હુકમ કરવામાં આવ્યો છે. જેથી ભારેથી અતિભારે વાહનોના અવર-જવર માટે અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે જેમાં સોનગઢથી માંડવી જવા માટે સોનગઢ થી ઇન્દુ (વ્યારા) એન.એચ.એ.આઇ.-૫૩ (૧૯.૦૦ કિ.મી.) તથા ઇન્દુથી માંડવી (ઊંચામાળા બેડકુવા-રતનીયા-તરસાડા) એન.એચ.-૫૬ (૨૭.૦૦ કિ.મી.) રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું તા.૦૭-૦૧-૨૦૨૩ સુધી અમલમાં રહેશે. નાગરિકો માટે મુશ્કેલી ન સર્જય તે માટે દિશા સુચક બોર્ડ, સલામતી અંગેની જાહેરાતનાં બોર્ડ કાર્યપાલક ઇજનેરશ્રી, મા.મ.સ્ટેટ, વિભાગ, તાપી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
0000000000000000