જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં પ્રાર્થના સંમેલનમાં “ભૂલો ભલે બીજું બધુ માં-બાપને ભૂલશો નહીં ” તે ભાવગીત ગાવા ડી.ડી.ઓ.નો પત્ર
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર ): જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં પ્રાર્થના સંમેલન કરવામાં આવે.તેમાં ધોરણ-૮ ના અભ્યાસક્રમો સવાર્ણી શિક્ષણની પુસ્તકમાં આપવામાં આવેલ “ભૂલો ભલે બીજું બધુ માં-બાપને ભૂલશો નહીં ” તે ભાવગીત પ્રાર્થના સંમેલન તેમજ અન્ય કાર્યક્રમો ગાવવામાં આવે એવો પત્ર તમામ શાળાઓના આચાર્યશ્રીને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા મોકલવામાં આવેલ છે. રાજ્યના તમામ વિભાગમાં પ્રાથમિક શિક્ષણ વિભાગની કાર્યપદ્ધતિ વિદ્યાર્થીના જીવન, શિક્ષણ અને સંસ્કાર માટે અગત્યની ભૂમિકા ભજવતી હોય છે. જેમાં પ્રાથમિક શિક્ષણમાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકની સંયુક્ત ભાગીદારીથી શિક્ષણકાર્ય સફળ બને છે. જેથી વાલીઓ શાળાના તમામ કાર્યક્રમમાં ભાગીદાર બની જરૂરી સહયોગ આપે તે મહત્વનું છે. જેથી ધોરણ -૮ ના અભ્યાસક્રમો સવાર્ણી શિક્ષણની પુસ્તકમાં આપવામાં આવેલ “ભૂલો ભલે બીજું બધુ માં-બાપને ભૂલશો નહીં “તે ભાવગીત પ્રાર્થના સંમેલન તેમજ અન્ય કાર્યક્રમોમાં પણ ગાવવામાં આવે તો વિદ્યાર્થીઓ માટે પોતાના માં-બાપે કરેલ અદ્ભૂત યોગદાન ભાવગીત દ્વારા સમજાવી શકાય. અને વાલીનો પણ આ ભાવગીતના કારણે વિદ્યાર્થી અને શાળા પ્રત્યે શિક્ષણ કાર્યમાં મદદની ભાવના વધશે. પ્રાર્થના સંમેલન અને અન્ય કાર્યક્રમો આ ભાવગીતનો સમાવેશ કરવામાં આવશે.