નેત્રંગ મધ્યાહન ભોજન યોજના : ૧૫ દિવસમાં કુકર ફાટવાના બે બનાવ,બે મહિલા ઘાયલ
ખરાબ ચણાની દાળના કારણે કુકર ફાટવાના બન્યાના અહેવાલ
(દિવ્યાંગ મિસ્ત્રી દ્વારા, નેત્રંગ) : નેત્રંગ મધ્યાહન ભોજન યોજનામાં ૧૫ દિવસમાં કુકર ફાટવાના બે બનાવના કારણે બે મહિલા ઘાયલ થઇ હતી,
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ પ્રા.શાળાઓના મધ્યાહન ભોજન વિભાગના રસોડાઓમાં ૧૫ દિવસના સમયગાળામાં કુકર ફાટવાના બે બનાવ બન્યા છે,જેમાં એક બનાવમાં રસોઇ બનાવતી બાઇ ગંભીર રીતે દાજી ગઇ છે,બીજા બનાવમાં રસોડા વિભાગમાં રસોઇ બનાવતી લક્ષીબેન શનાભાઇ વસાવા બાળકોના ભોજન માટે ચણાની દાળ કુકરમાં બાફવા માટે મુકી હતી,એકાએક કુકર ફાટટાં ઢાંકણ દીવાલ સાથે અથડાતા વાંકુુ વળી ગયું હતું,અને ગેસની સગડી પણ તુટી ગઇ હતી,નેત્રંગ તાલુકાની બે શાળાઓમાં કુકર ફાટવાની ઘટનાના કારણે ચણાની દાળ ખરાબ હોવાનું કારણ જણાઇ રહ્યું છે,જે બાબતે લોકમુખે ચચૉનો દોર શરૂ થયો છે,
જ્યારે નેત્રંગ તાલુકાની હાથાકુંડી ગામની પ્રા.શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે બપોરના સમયે ભોજન બનાવવામાં આવે છે,રસોઇયા બાઇ પાર્વતીબેન કાલીદાસભાઇ વસાવાએ બાળકો માટે ભોજન બનાવવા માટે ચણાની દાળ કુકરમાં મુકી હતી,જે કોઇ કારણોસર કુકર ફાટતા મોઢાના ભાગે વાગતા ઇજા પહોંચતા દાભત પડુ ગયા હોવાનું જાણવા મળ્યું છે.